અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ૩૨ ટ્રાફિક વ્હીકલમાં, ૨૮ પોલીસ કોન્સ્ટેબલોને મૂવિંગ ડેશ કેમ કેમેરા ફાળવવામાં આવ્યા

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ૩૨ ટ્રાફિક વ્હીકલમાં તેમજ ૨૮ પોલીસ કોન્સ્ટેબલોને મૂવિંગ ડેશ કેમ કેમેરા ફાળવવામાં આવેલ છે. આ તમામ કેમેરા એઆઈ બેઝડ છે જે ઓટોમેટિક ત્રણ પ્રકારના (૧) હેલ્મેટ (૨) જાેખમી રીતે વાહન ચલાવતા (૩) સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા હોય તેવા વાયોલેશન કેપ્ચર કરશે.