CBIએ પોતાની અરજીમાં કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ તપાસમાં સહકાર નથી આપી રહ્યા
અરવિંદ કેજરીવાલના 3 દિવસના રિમાન્ડ આજે પુરા થયા બાદ સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા
દિલ્હી લિકર પોલિસી કેસમાં રાઉઝ એવન્યુની વિશેષ સીબીઆઈ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સીબીઆઈએ કેજરીવાલને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવાની અરજી આપી હતી. સીબીઆઈએ પોતાની અરજીમાં કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. સીબીઆઈએ કહ્યું કે કેજરીવાલ જાણીજોઈને દારૂ કૌભાંડ સાથે જોડાયેલા સવાલોના જવાબ નથી આપી રહ્યા. કેજરીવાલ નવી દારૂ નીતિમાં નફાનો ગાળો 5 ટકાથી વધારીને 12 ટકા કરવાના કારણનો પણ જવાબ આપી રહ્યા નથી.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના 3 દિવસના રિમાન્ડ આજે પુરા થયા બાદ સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા હતા. સીબીઆઈએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન અરવિંદ કેજરીવાલ દારૂના ધંધાર્થીઓ સાથે તેમની નિકટતા અને તેમના નજીકના સહયોગી વિજય નાયર સાથેની અનેક મુલાકાત, કરોડો રૂપિયાની લાંચની માંગણી, ગોવાની ચૂંટણીમાં મળેલા લગભગ 44.5 કરોડ રૂપિયાની લાંચનો ઉપયોગ, મગુંટા શ્રીનિવાસલ્લુ રેડ્ડી, અર્જુન પાંડે સાથે મૂથા ગૌતમની મુલકાતનું કારણ જેવા અનેક પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું.
https://x.com/AHindinews/status/1807037009267175554
સીબીઆઈએ કહ્યું કે આ સ્થિતિમાં તેમને અરવિંદ કેજરીવાલના રિમાન્ડની જરૂર નથી. પરંતુ કેજરીવાલને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલવા જોઈએ. કોર્ટે CBIની અરજી મંજૂર કરી કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા છે. હવે અરવિંદ કેજરીવાલને 12 જુલાઈએ બપોરે 2 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરાશે.
સીબીઆઈ તરફથી કેહવામાં આવ્યું કે જયારે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી હતી તે સમયે કેબીનેટમાં દારૂ નીતિમાં ફેરફાર કરવો કેમ જરૂરી હતો. સાથે સીબીઆઈએ સવાલ પણ કર્યો હતો કે આટલી ઉતાવળ શા માટે હતી? સાઉથ લોબી સંબંધિત કેસના આરોપીઓ દિલ્હીમાં જ રહેતા હતા અને કેજરીવાલના નજીકના વિજય નાયરના સંપર્કમાં હતા. સરકારે નવી દારૂની નીતિ લાગુ કરવાની ઉતાવળમાં કેમ હતી?
સીબીઆઈની વિશેષ કોર્ટમાં કેજરીવાલના વકીલે બે અરજીઓ આપી હતી. કોર્ટે બંને માંગણીઓનો સ્વીકાર કર્યો હતો. પહેલી એ કે જ્યાં સુધી જજ આદેશ લખે ત્યાં સુધી કેજરીવાલને 10 થી 15 મિનિટ સુધી પરિવારને મળવાની મંજૂરી આપવામાં આવે. અને બીજી એ કે ઇડીના કેસમાં જ્યારે કેજરીવાલની ધરપકડ કરાઈ હતી. અને બાદમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે તબીબી આધાર પર જે છૂટ આપવામાં આવી હતી તેને ચાલુ રાખવામાં આવે.
દિલ્હી લીકર પોલીસી સ્કેમ મામલે સીબીઆઇએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ મામલે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કેજરીવાલે કહ્યું કે મીડિયામાં જે પણ ચાલી રહ્યુ છે તે સાચુ નથી. મે એવુ કોઇ નિવેદન આપ્યુ નથી કે મનીષ સિસોદિયા દોષી છે. મે કહ્યું હતું કે તે નિર્દોષ છે અને હું પણ નિર્દોષ છું. મહત્વનું છે કે સીબીઆઇએ કેજરીવાલની પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ 3 દિવસના જ રિમાન્ડ મંજૂર થયા હતા.