ગુજરાતમાં એક દાયકા પછી કોંગ્રેસના સાંસદ તરીકે ગેનીબેન ઠાકોરના લોકસભામાં શપથ, હવે સદનમાં પ્રજાના મુદ્દોઓને કેવી રીતે મુક્શે
18મી લોકસભાના પહેલા સત્રની શરૂઆત થઈ ગઈ છે. સત્રના પહેલા જ દિવસે પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ સાંસદોને શપથ લેવડાવ્યા આ સાથે જ સ્પીકરની પણ ચૂંટણી યોજાશે. 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંસદના બંને ગૃહમાં સંયુક્ત બેઠક સંબોધિત કરશે. 28 જૂને ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થશે અને 2 કે 3 જુલાઈએ વડાપ્રધાન મોદી જવાબ આપશે. આ સત્ર 24 જૂનથી શરૂ થઈને ત્રીજી જુલાઈ સુધી ચાલશે.
ગુજરાત કોંગ્રેસના એકમાત્ર સાંસદ તરીકે બનસાકાંઠા બેઠક પરથી જીત હાસીલ કરનાર ગેનીબેન ઠાકોરો આજે લોકસભા સદનમાં દસ વર્ષ બાદ ગુજરાત કોંગ્રેસ નેતાએ શપથ લીધા હતા બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 67,1883 મત મળ્યા હતા, ભાજપના ડૉ. રેખાબેન ચૌધરીને 64,1477 મત મળ્યા હતા. આ ચૂટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોની લીડથી હરાવી દીધા અને પ્રથમવાર બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો હતો
ગેનીબેનની જીતથી 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.
ભાજપે ગુજરાતની 25 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે એક સીટ પર ભારે રસાકસી બાદ બનાસકાંઠાની લોકસભા સીટ પર કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોરે જીત મેળવી હતી.