રંગભેદની ટિપ્પણીને લઈને વિવાદમાં ઘેરાયા બાદ સામ પિત્રોડાનું ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું

samPitroda

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનુ રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ રાજીનામાનો કર્યો સ્વીકાર

વિવાદિત નિવેદન બાદ સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ તેના રાજીનામાંનો સ્વીકાર પણ કરી લીધો છે. સામ પિત્રોડાના રાજીનામાંને લઈને કોંગ્રેસના નેતા જયરામ રમેશે માહિતી આપી છે. સામ પિત્રોડા ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ હતા.

સામ પિત્રોડાએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું, જેમાં તેઓ ભારતના અલગ-અલગ ભાગોમાં રહેતા લોકો અંગે વિવાદિત રીતે સરખામણી કરી હતી. કહ્યું કે ‘આપણા દેશમાં પૂર્વના લોકો ચીની જેવા, પશ્ચિમના લોકો આરબ જેવા અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, આપણે બધા ભાઈ-બહેનની જેમ રહીએ છીએ. જોકે, સામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસે ખુદને અલગ રાખી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે તે તેમનું અંગત નિવેદન છે.

જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું કે, ‘સામ પિત્રોડાએ પોતાની મરજીથી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ અધ્યક્ષે તેમના રાજીનામાંનો સ્વીકાર કરી લીધો છે.’