મારે કોઇ નારાજગી નથી પણ મારા સિદ્ધાંતનાં વિરૂદ્ધ થયું એટલે હું કાર્યક્રમથી દૂર રહ્યો હતો
પાટીદાર અનામત આંદોલનનાં પ્રણેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા થોડા દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કુમાર કાનાણી હાજર રહ્યા ના હતા.બંને યુવા પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાતા ભાજપનાં ધારાસભ્યમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે ભાજપનાં વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે. ભાજપના નેતૃત્વએ કરેલો નિણર્ય એ કાર્યકર્તા તરીકે અમને સિરોમાન્ય છે. કાર્યક્રમમાં હાજર ના રહેવા માટેનો મારો અંગત નિણર્ય છે. એ કોઈ નારાજગીનો વિષય નથી. મારા સિદ્ધાંતનાં વિરૂદ્ધ થયું હતું. એટલે હું કાર્યક્રમથી દૂર રહ્યો હતો.
આ અંગે ભાજપનાં વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે કાર્યક્રમમાં હાજર રહેવા માટેનો મારો અંગત નિણર્ય છે. એ કોઈ નારાજગીનો વિષય નથી પરંતુ મારા સિદ્ધાંતનો વિષય છે. મારા સિદ્ધાંતનાં વિરૂદ્ધ થયું એટલે હું દૂર રહ્યો હતો. મારા વ્યક્તિગત સિધ્ધાંતના વિષયને કારણે હું હાજર રહ્યો ના હતો, રાજનીતિમાં મારા સિદ્ધાંતો છે, સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરું છું. ચૂટણી વખતે આપણે વિરોધ પક્ષના લોકો વિષે કે પાર્ટી વિષે જે કંઈ બોલતા હોય છે તે લોકો યાદ રાખતા હોય છે. લોકોને ખબર હોય છે કે ગઈ કાલે શું બોલ્યા હતા અને આજે શું બોલીએ છીએ.
વધુમાં જણાવ્યું હતું કે વરાછા રોડ પર લોકોની અંદર મારી એક ઈમેજ છે, મારી ઈજ્જત છે અને મારા સિદ્ધાંતો લોકો જાણે છે. અને મારા સિદ્ધાંતોથી જો હું હટી જાવ તો લોકોમાં મારી છાપ ખરાબ પડે, ગત ચુંટણીમાં તો હું કેવી રીતે જીતી શક્યો, લોકોએ મારા પણ ખુબ મોટો વિશ્વાસ મુક્યો છે અને એ વિશ્વાસને હું તોડવા માંગતો નથી એ મારો સિદ્ધાંત છે. મને મારા નિવેદનો યાદ છે. વિધાનસભા વખતે અલ્પેશ કથિરીયા સામ સામે હતા. હું મારા સિદ્ધાંતો નહી છોડું. અને એટલા માટે મેં હાજર નહી રહેવાનો નિણર્ય કર્યો હતો.
કુમાર કાનાણીએ જણાવ્યું કે કોઈ નારાજગી નથી. ભાજપના નેતૃત્વએ કરેલો નિણર્ય એ કાર્યકર્તા તરીકે અમને સિરોમાન્ય છે. પાર્ટીએ કરેલા નિણર્યની સાથે અમે સહમત છીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ખુબ સમજી વિચારીને કામ કરતું હોય છે. પાર્ટીએ જે નિણર્ય લીધો છે તેમાં એક કાર્યકર્તા તરીકે મને કોઈ નારાજગી નથી. ભાજપ પ્રદેશ પ્રમુખ અને સુરતનાં ધારાસભ્યો આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા. ભાજપનાં ધારાસભ્ય કિશોર કાનાણી ગેરહાજર રહેતા ભાજપનાં કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.