1મે અને 2જી મે PM મોદી ગુજરાતના પ્રવાશે, 15થી વધુ લોકસભા ગજવશે

PM Modi will visit Gujarat, address more than 15 Lok Sabha seats

2 દિવસના પ્રવાશે કુલ 6 સભાઓ, 14 બેઠકો આવરી લેવાશે, ગુજરાત સ્થાપના દિવસે મોદી ચૂંટણી પ્રચાર કરશે

લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે. મતદાન 48 કલાકે પહેલા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે એટલે કે પાંચમી મેના રોજ સાંજે 5:00 વાગ્યા પછી ચૂંટણી પ્રચારના ભૂંગળા બંધ થશે. ગુજરાતની 25 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને જેમના ચહેરે ચૂંટણી લડાય રહી છે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યું છે. ગુજરાત રાજયના સ્થાપના દિન 1મે અને 2જી મે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રવાસે છે. પીએમનાં બે દિવસીય આયોજનમાં તેઓ રાજ્યભરની અનેક રેલીઓ કરીને મોટાભાગની બેઠકો આવરી લેશે.

PM બે દિવસના પ્રવાશે

2 દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદીની કુલ 6 સભાઓ આયોજિત કરવામાં આવી છે. 6 સભાઓમાં કુલ 15 લોકસભા બેઠકો આવરી લેવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો સામેલ છે.

1 મેના રોજ પીએમ ડીસાથી ચૂંટણી પ્રચારના કરશે. તેજ દિવસે તેઓ હિંમતનગરમાં જનસભા સંબોધિત કરશે. આ સિવાય 2 મેના રોજ આણંદ, ખેડા અને સુરેન્દ્રનગરમાં પણ પીએમની સભાઓ ગજવશે. વડાપ્રધાન 2 મેના રોજ સાંજે જૂનાગઢ પણ જશે, જ્યાં પણ એક સભા સંબોધિત કરશે. ત્યાંથી તેઓ જામનગર પહોંચશે, જ્યાં પણ એક સભા આયોજિત કરવામાં આવી છે.

આ 6 સભાઓમાં કુલ 15 બેઠકો આવરી લેવાશે. જે આ પ્રમાણે છે: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ પૂર્વ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને જામનગર. વડાપ્રધાનની સભાઓ એ રીતે ગોઠવવામાં આવી છે, જેથી આસપાસની ત્રણ-ચાર બેઠકો આવરી લેવામાં આવે. આ 2 દિવસમાં તેઓ પાર્ટી નેતાઓ અને મોવડી મંડળ સાથે અમુક ઉચ્ચ-સ્તરીય બેઠકો યોજીને તૈયારીઓની સમીક્ષા પણ કરી શકે.