ભારતીય પોસ્ટમાં ભરતીની જાહેરાત, 10 પાસ પણ કરી શકે છે અરજી, 63 હજાર સુધી પગાર મળશે

indian-post

ભારતીય પોસ્ટ વિભાગ ઉત્તર પ્રદેશમાં ડ્રાઈવરની જગ્યાઓ માટે ભરતી કરશે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ indiapost.gov.in પર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે.

ભારતીય પોસ્ટમાં નોકરી મેળવવા ઈચ્છતા લોકો માટે ખુશખબર છે. ભારતીય પોસ્ટમાં ભરતી બહાર પાડવામાં આવી છે. ભારતીય પોસ્ટ દ્વારા એક નોટીફિકેશન બહાર પાડીને જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો ઓફલાઇન અરજીફોર્મ ભરીને આપેલા સરનામે મોકલી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે છે. જેથી અરજી કરવાર ઉમેદવારે 14 મે સુધીમાં નિયત સરનામાં પર અરજી પહોંચાડવી જરુરી છે. 14 મે પછી કોઈ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

મળતી માહિતી અનુસાર આ ભરતી અભિયાન દ્વારા કુલ 27 સ્ટાફ કાર ડ્રાઈવરની ખાલી જગ્યાઓ ભરવાની છે. જેમાં NK પ્રદેશમાં 4 જગ્યાઓ, BG (મુખ્યમથક) પ્રદેશમાં 15 પોસ્ટ અને BG (મુખ્ય મથક) પ્રદેશમાં 8 જગ્યાઓ ખાલી છે. આ ભરતી અભિયાનમાં અરજી કરનાર ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું જોઈએ. અરજી કરતા ઉમેદવારો પાસે હળવા/ભારે મોટર વાહનો ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરુરી છે.

વય મર્યાદા
અરજી કરનારની વય 18 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પગાર ધોરણ
આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રુપિયા 19,900 થી રુપિયા 63,200 સુધીનો પગાર આપવામાં આવશે.

પસંદગીની પ્રક્રિયા
ઉમેદવારોએ થિયરી ટેસ્ટ/ડ્રાઇવિંગ ટેસ્ટ અને મોટર મિકેનિઝમ ટેસ્ટમાં સામેલ થવાનું રહેશે. જે ઉમેદવારો તેમા સફળ રહેશે તે ઉમેદવારને આ પદો માટે પસંદ કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારે 2 વર્ષનો પ્રોબેશન પીરિયડ પસાર કરવાનો રહેશે.

અરજી ફોર્મ મોકલવાનું સરનામું
ઉમેદવારો અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને “મેનેજર, મેલ મોટર સર્વિસ, બેંગલુરુ – 560001” પર સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલી શકે છે