ક્ષત્રિય સમાજની બે માંગળી સ્વિકારવામાં નદિ આવે તો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સમગ્ર ગુજરાત મતદાન કરશે
ભારતી જનતા પાર્ટીના રાજકોટ લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપને નુકશાન કરી શકે છે. ટિકિટ રદ કરવાનની માંગણી સાથે ક્ષત્રિય સમાજ દ્નારા ગઈકાલે અમદાવાદ ગોતા ખાતે ક્ષત્રિય સમાજના કોન્ફ્રેન્સ રુમમાં પ્રથમ તબક્કાની બેઠક યોજાઈ હતી. પણ તે બેઠકમાં કોઈ પણ હલ ના નિકળતા મંત્રણ પડી ભાગ્યા બાદ એજ સાંજે રાજકોટના માં આશાપુરા મંદિર પાસે 300 જેટલા ક્ષત્રિય સમાજના યુવાનો ભેગાં થયા હતા. મહત્વની બાબત એ છેકે, આ ક્ષત્રિય યુવાનો જો પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહિ આવે તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કચકચાનીને સમગ્ર ગુજરાત મતદાન કરવાં માં આશાપુરાના સોંગદ લીધા હતા.
ક્ષત્રિય સમાજના યુવાનોની પ્રતિજ્ઞા
ગઈ કાલે સાંજે રાજકોટમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ પ્રતિજ્ઞા લીધી હતી. હું પ્રતિજ્ઞા લઉં છું કે, આજ રોજ માં આશાપુરાના સાંનિધ્યમાં, માં આશાપુરાના સોંગદ ખાઉં છું કે, ક્ષત્રિય સમાજની બેન-દિકરીઓ માટે તેના સ્વમાન માટે મારા સમાજે બે માંગણી મૂકી છે. જો રૂપાલીની ટિકિટ રદ કરવામાં નહિ આવે તો આવનારા દિલસોમાં ક્ચકચાવીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સમગ્ર ગુજરાત મત આપશે, પાર્ટી વિરુદ્ધ મત આપવાના માં આશાપુરાના સોંગદ ખાઉ છું.
રાજકોટ આશાપુરાના મંદિર પાસે ક્ષત્રિય સમાજના યુવાનો અને વડિલો ભેગા થઈને સોંગદ લીઘા હતા. રાજકોટ લોકસભા બેઠક ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદીત ટિપ્પણી કરેલી સમગ્ર ભાજપ પક્ષ માટે મોંધી સાબિત થઈ છે. પુરષોત્તમ રૂપાલા નિવેંદ મામલે ગઈ કાલે ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક અમદાવાદ ગોતા ક્ષત્રિય સમાજના કોન્ફ્રેન્સ રુમમાં થઈ હતી. આ બેઠક નિષ્ફળ ગઈ હતી.