અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા એક ફલેટનાં પાર્કિંગમાં મોડી રાત્રે આગ લાગી હતી. આગ ભભૂકી ઉઠતા સ્થાનિક લોકોએ બૂમાબૂમ કરી હતી. આગ લાગવાની ઘટનાને કારણે ભારે અફરાતફરીનો ભયનો માહોલ સર્જાયો હતો. વિકરાળ સ્વરૂપ લેતી ભયાનક આગ લાગવાથી ફ્લેટના પાર્કિંગમાં પડેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા અને લોકોના મકાનોને પણ ભારે નૂકશાન થઈ હતી જે કે ઘરમાં ફસાયેલા લોકોને ફાયર વિભાગે અંદાજે 200 લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા.
ફતેવાડીમાં એક ફલેટમાં આગ
મળતી માહિતી મુજબ અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા એક ફ્લેટના પાર્કિંગમાં મોડીરાત્રે 3 વાગ્યા દરમિયાન ભીષણ આગ લાગી હતી. આગ લાગતા સ્થાનિક રહીશો નિંદમાંથી ઉઠી ગયા હતા અને બુમાબુમ કરવા લાગ્યા હતા. જીવ બચાવવા માટે લોકો ઘાબે દોડ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ. આ અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી પરંતુ આ પહેલા તો પાર્ક ત્રણ રિક્ષા પૈકી 40 વાહનો બળીને ખાખ થઇ ગયા હતા.
200 લોકોનું સહિસલામત બહાર કાઢ્યા
ફાયરબ્રિગેડના જવાનો ચાલુ આગમાં ધાબા ઉપર પહોંચી એક બાદ એક લોકોને ઊંચકી ધાબા ઉપરથી સહી સલામત નીચે લાવ્યા હતા. આમ 200 જેટલા લોકોનું સહિસલામત રેસ્ક્યું કરવામા આવ્યું હતું. જો કે આ ઘટનામાં એકનું મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે.