AMC કમિશનર એમ થેન્નારસાએ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પાંચ મહત્ત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો
વર્ષ 2036 ઓલમ્પિક ધ્યાનમાં રાખીને ‘નેટ ઝીરો સીટી’ બનવા પ્રયાણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ સને 2024-25નું કમિશનર એમ થેન્નારસા દ્વારા રજૂ કરવામાં આવ્યું. આ ડ્રાફ્ટ બજેટ રૂ.10,801 કરોડનું છે જે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કમિશનરે રજૂ કર્યું હતું. વર્ષ 2023-24માં મૂકવામાં આવેલું રૂપિયા 8400 કરોડનું બજેટની કામની સિદ્ધિઓ પણ ગણાવી હતી. કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પાંચ મહત્ત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં વિકસિત અમદાવાદ 2047, નેટ ઝીરો અને કાર્બન ન્યૂટ્રલ, રેસિલિયન્ટ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સર્ક્યુલર ઈકોનોમી, લીવેબલ અને હેપ્પી સિટી બનાવવામાં આવશે.
AMCની વર્ષ 2023-24ની સિદ્ધિઓ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,વર્ષ 2023-24 ની સિધ્ધિઓ ,સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ નિયંત્રણ પોલીસી-2023 બનાવવામાં આવી અને અમલ કરાયો. પશુત્રાસ અટકાવાની નિયંત્રણ પોલીસીમાં જેમાં રખડતા ઢોરોને શહેરની બહાર 39537 હજાર મોકલેલ છે.
- ગયા વર્ષની સરખામણીમાં 31% વધારાની સાથે 2023-24માં વિકાસના કામો માટે રૂપિયા 4500 કરોડ ખર્ચવામાં આવનાર છે. ગત વર્ષે 2022-23માં રૂપિયા 3425 કરોડનો ખર્ચ હતો.
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,વર્ષ 2023-24 ની સિધ્ધિઓ ,2170 સિલ્વર ટ્રોલી દુર કરી Bin free city બનાવ્યું.
- 45 દિવસના ટૂંકા સમયમાં એરપોર્ટ સર્કલથી હાંસોલ સર્કલ સુધી 1.3 કિમીનો આઈકોનીક રોડનું 38 કરોડના ખર્ચો તૈયાર. વૃક્ષારોપણ દ્વારા 38 જેટલાં ડસ્ટ ફ્રી રોડનું નિર્માણ.
- ખારીકટ કેનાલનું નવીનીકરણ માટે 285 રૂપિયાનો ખર્ચ, ગોતા ગોધાવી કેનાલ 3.6 કિમી પૈકી 1.3 કિમીનું કામ 5 કરોડના ખર્ચે પૂર્ણ.
- સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-2 કામ રૂપિયા 9602 કરોડના ખર્ચે ડફનાળા બજાર વચ્ચે 1250 મીટર લંબાઈની ડાયાફ્રામ વોલ, એન્કર સ્લેબ અને રીટેનીંગ વોલનું સિવિલ કામનું કામ પૂર્ણ.
- ઝુપડપટ્ટી પુન: વિકાસ અને પુન: વનસનના કામો પ્રગતિમાં 10805 આવાસ છે.
- ટ્રાફિકની સમસ્યા હળવી કરવા 10 ટ્રાંફિક જંક્શનોનું નિર્માણ.
- સ્માર્ટ સિટીને પ્રાપ્ત થયેલા એવોર્ડ- 1.પ્રોજેક્ટ એવોર્ડ સેનિટેશન, 2. પ્રોજેક્ટ એવોર્ડ- ICCC Sustainable Business model, 3. પ્રોજેક્ટ એવોર્ડ- કલ્ચર, 4. જોનલ સ્માર્ટ સિટી એવોર્ડ
- લાલ દરવાજા બસ ટર્મિનલનું હેરિટેજ લૂક સાથે નવીનીકરણ.
- વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો અંતર્ગત 15 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી જેમાં 642 શાળાના વિદ્યાર્થીઓ વિઝીટ લીધી, કુલ રૂપિયા 6.50 કરોડની આવક તથા તે અંતર્ગત 231 રનિંગ મીટર ગ્રીન વોલ માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન પ્રાપ્ત થયું.
- રાજ્યનો સૌ પ્રથમ રૂપિયા 2000 કરોડના ગ્રીન બોન્ડ ઇસ્યુ ફેબ્રુઆરી 2024 માં કાર્યવાહી પુર્ણ કરવામાં આવશે
મહત્વની પાંચ બાબત ઉપર બજેટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શ્રી એમ થેન્નારસને ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું. શહેરના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને પાંચ મહત્વની બાબત પર બજેટમાં ફોકસ કર્યુ છે.
1) વિકસિત અમદાવાદ ૨૦૪૭
2) નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ
3) રેસીલીયન્ટ અને સસ્ટેનેબલ
4) ઝીરો વેસ્ટ અને સરક્યુલર ઈકોનોમી
5) લીવેબલ અને હેપ્પી સિટી
મહિલા સશકતીકરણના ભાગ રુપે મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે મહિલાઓને ૩૦૦ ઈ-રીક્ષાઓ આપી, દરેક ઝોનમા વુમન જીમ્નેશીયમ બનાવવા,વર્કીંગ વિમેન માટે હોસ્ટેલ બનાવવા સહિત વિવિધ આયોજનની જોગવાઇ કરાઇ છે.
એનર્જીની જરૂરીયાતના 50% ગ્રીન ઉર્જા વપરાશ લક્ષયાંક તથા વિન્ડ પાવર વેસ્ટ ટુ એનર્જી તથા એનર્જી સેવીંગ કરી કાર્બન એમીશનમાં ઘટાડો કરવાનું આયોજન.
સાબરમતી રીવર ફ્રન્ટ ફેઝ-૩ ના આયોજનમાં ઈન્દીરા બીજ થી નર્મદા મેઈન કેનાલ સુધીનો વિસ્તાર આંતર રાષ્ટ્રીય ડેવલપર્સ દ્વારા ડેવલપ કરવામાં આવશે
અમદાવાદ શહેરને “ઝીરો વેસ્ટ સીટી” બનાવવાનું આયોજન.શહેરના ભીના કચરાના વેસ્ટ ક્લેક્શન અને નિકાલ માટે ગ્રીન વેસ્ટ ડિસ્પોઝ પોલીસી બનાવવા, સોલીડ વેસ્ટના પ્રોસેસીંગ પ્લાન્ટ બનાવવાનું બજેટમાં આયોજન
વર્ષ 2036માં યોજાનાર ઓલમ્પિક આયોજનની સાથે આપણું અમદાવાદ શહેર “નેટ ઝીરો સીટી” બનવા તરફ પ્રયાણ કરશે.
ઓલમ્પિક ૨૦૩૬ને ધ્યાનમાં લઇ અમદાવાદને “સીટી ટ્રાફિક માસ્ટર પ્લાન” બનાવવામાં આવશે. જે અંતર્ગત રોડ, સુએજ, ટ્રાફિક તથા પાકિગ સહિતની અન્ય આનુષાંગિક માળખાગત સુવિધાનું આયોજન કરવાની બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.
વોટર સ્પલાય અને વેસ્ટ વોટર મેનેજમેન્ટના ભાગરૂપે વરસાદી પાણીના સંગ્રહ માટે 50 તળાવોનું ઇન્ટરલીંકીંગ સ્ટ્રોર્મ વોટરની કામગીરી હાથ ધરવાની બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.
રેવન્યુ આવક ચાટ

રેવન્યુ ખર્ચ 2023-24 સુધારેલ અંદાજ પત્ર અને 2024-25 પત્ર

રુપિયા ક્યાંથી આવશે અને ક્યાં જશે

રેવન્યુ આવક
વર્ષ 2015-16માં 3432 કરોડ, વર્ષ 2016-17માં 3406 કરોડ, વર્ષ 2017-18માં 3567 કરોડ, વર્ષ 2018-19માં 3910 કરોડ, 2019-20માં 3990 કરોડ, 2020-21માં 4497 કરોડ, 2021-22માં 4870 કરોડ, 2022-23માં 5248 કરોડ, 2023-24માં 6900 કરોડ, 2024-25માં 7650ક રોડ
મ્યુનિસિપલ કમિશનર બજેટ

વિકાસ કામોનો સર્વિસવાઈઝ ખર્ચ

વિકાસના કામો માટે નાણાકીય સ્ત્રોત
