ઈતિહાસમાં પહેલી વખત શનિવારે શેરબજાર ચાલુ રહેશે, સ્ટોક એક્સચેન્જ ડિઝાસ્ટર રિકવરી (DR) સાઇટનો ટ્રાયલ કરવામાં આવશે

market

સાયબર એટેક અથવા કટોકટી હોય તો BSE અને NSE વિન્ડો સરળતાથી બીજી સાઇટ પર લાઇવ શિફ્ટ કરી શકાય

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને કારણે સરકારે જાહેર કરેલી અડધા દિવસની રજાના કારણે મની માર્કેટ 22 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યાના બદલે બપોરે 2.30 વાગ્યે ખુલશે

ઈતિહાસમાં પ્રથમ વખત શનિવારે શેર બજાર ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. આનું કારણ એ છે કે આ ટ્રેડિંગ સેશન દ્વારા સ્ટોક એક્સચેન્જ ડિઝાસ્ટર રિકવરી (DR) સાઇટનો ટ્રાયલ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે જો ક્યારેય સાયબર એટેક અથવા કટોકટી હોય, તો નિયમિત BSE અને NSE વિન્ડો સરળતાથી બીજી સાઇટ પર લાઇવ શિફ્ટ કરી શકાય. તેનો હેતુ બજાર અને રોકાણકારોમાં સ્થિરતા જાળવી રાખવાનો તેમજ કોઈપણ પ્રતિકૂળ સંજોગોમાં, અડચણ વગર ટ્રેડિંગ ચાલુ રાખવાનો છે.

સામાન્ય રીતે શનિવાર અને રવિવારે શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થતું નથી. પરંતુ આવતીકાલે એટલે કે શનિવારે પણ ભારતીય શેરબજાર ચાલુ રહેશે તેમજ બજારમાં કારોબાર થશે તેમજ ટ્રેડિંગ કરી શકાશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) શનિવારે શેરબજાર ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. NSE અને BSE એ 29 ડિસેમ્બર 2023 ના રોજ માહિતી આપી હતી કે શેરબજાર શનિવારે એટલે કે 20 જાન્યુઆરીએ ચાલુ રહેશે. એનએસઈએ આ ખાસ સેશન ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રાડે (Intraday) સ્વિચ-ઓવર માટે રાખ્યું છે. આ બંને સ્ટોક એક્સચેન્જો પર આવતીકાલે નાના-નાના 2 સેશનમાં ટ્રેડિંગ કરી શકાશે.

તમને જણાવી દઈએ કે આવતીકાલે શનિવારે BSE અને NSE પર બે સેશનમાં ટ્રેડિંગ થશે. પ્રથમ સત્ર સવારે 9 થી 10 સુધી રહેશે. જેમાં પ્રી-ઓપન સેશન સવારે 9 થી 9.15 સુધી રહેશે. શેરબજાર 9.15 વાગ્યે ખુલશે અને 10.00 વાગ્યે બંધ થશે. તેનું ટ્રેડિંગ પ્રાથમિક વેબસાઇટ પર થશે. બીજું સત્ર 11.15 થી 12.30 વાગ્યા સુધી રહેશે. માર્કેટ પ્રી-ઓપન સવારે 11.15 વાગ્યે રહેશે. આ પછી બજાર સવારે 11.30 થી 12.30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પ્રી-ક્લોઝિંગ સત્ર બપોરે 12.40 થી 12.50 સુધી રહેશે. રજાના દિવસે ખુલેલા શેરબજારના તમામ શેરોમાં 5%ની સર્કિટ રહેશે. જોકે, 2% સર્કિટ ધરાવતી કંપનીઓના સર્કિટમાં કોઈ ફેરફાર થશે નહીં. સાથે જ શનિવારે થયેલા સોદાનું સમાધાન સોમવારે કરવામાં આવશે.

RBI દ્વારા આપવામાં આવી છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને કારણે સરકારે જાહેર કરેલી અડધા દિવસની રજાના કારણે મની માર્કેટ 22 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યાના બદલે બપોરે 2.30 વાગ્યે ખુલશે.

શનિવારે શેર બજાર ખુલ્લું રાખવાનું કારણ એ છે કે નવા વર્ષે આ ટ્રેડિંગ સેશનથી સ્ટોક એક્સચેન્જ ડિજાસ્ટર રિકવરી (DR) સાઈટનું ટ્રાયલ કરવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રતિકૂળ સંજોગોમાં, અડચણ વગર ટ્રેડિંગ ચાલુ રાખવાનો છે. તેનો હેતુ માર્કેટ અને રોકાણકારો વચ્ચે સ્થિરતા યથાવત્ રાખવાનો છે.