“Vibrant Gujarat Global Summit”માં પીએમ મોદીને “Prime Minister of BHARAT” કહીને સંબોધ્યા, પીએમ મોદી પણ હસી પડ્યા

PMBHARAT

સોશિયલ મીડિયા પર #Prime Minister of BHARAT ટ્રેન્ડ થઈ રહ્યું છે
અન્ય દેશના રાષ્ટ્રપતિએ ગુજરાતીમાં બોલીને લોકોને આશ્ચર્યમાં મૂક્યા

ગુજરાતના ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મોરોક્કોના મંત્રી Ryad Mezzouએ તેમના સંબોધનમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ને “Prime Minister of BHARAT” કહીને સંબોધન કર્યું હતું જે સાંભળીને પીએમ મોદી પણ હસી પડ્યા હતા. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર હેશટેગ પ્રાઈમ મિનિસ્ટર ઓફ ભારત ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યું છે.

મોરોક્કોના મંત્રી રિયાદ મેઝોરે તેમના સંબોધનની શરુઆત કરતાં કહ્યું કે, શ્રી નરેન્દ્ર મોદી પ્રાઈમ મિનિસ્ટર ઓફ ‘ભારત’. આટલું બોલતાની સાથે જ PM નરેન્દ્ર મોદી ખડખડાટ હસી પડ્યા અને ત્યાં હાજર તમામ લોકોએ તાળીઓ પાડીને તેમની ભારત કહેલી વાતનું અભિવાદન કર્યું અને ત્યારબદ મંત્રી તેમનું આગળ સંબોધન રજૂ કર્યું હતું.

આ દેશના રાષ્ટ્રપતિએ ગુજરાતીમાં બોલીને લોકોને આશ્ચર્યમાં મૂક્યા

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપે અસીન્તોએ ભાષણ પોતાની ભાષામાં જ આપ્યું હતું પણ વચ્ચે તેઓ મારું ગુજરાત અને મજામાં છું બોલ્યા હતા ત્યારે લોકોએ તેમને તાળીઓથી વધાવ્યા હતા. અમદાવાદ સાથે સંબંધ ધરાવે છે તેમ તેમણે ગઈકાલે જ જણાવ્યું હતું.

તેમના બાદ મુખ્ય અતિથિ અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર લીસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામો ઝોરતાએ જ્યારે પોતાનું ભાષણ કર્યું ત્યારે તેમણે એવું કહ્યું હતું કે અમે વિશ્વની સૌથી શ્રેષ્ઠ કોફી બનાવીએ છીએ.

આ વાત કર્યા પછી તેમણે કહ્યું કે ભારતના જેટલા પણ કોફી પ્રોડ્યુસ કરતા લોકો છે એ ખરાબ ના લગાડે બટ વી આર ધ બેસ્ટ અને તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતના લોકો વધારેને વધારે કોફી પીવે તેવું ઇચ્છું છુ. મોરક્કોના કોમર્સ મિનિસ્ટર રયાદ મિઝોરે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાને બદલે તેમના સંબોધનમાં પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત કહ્યું હતું ત્યારે પણ બધાએ તાળીઓ વગાડી હતી આ રીતે ઘણા વક્તાઓએ પોતાના ભાષણથી વાતાવરણને થોડું હળવું કરી દીધું હતું.

આપને જણાવી દઈએ કે ગુજરાતમાં આજથી ગાંધીનગર ખાતે ગ્લોબલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરુઆત થઈ છે. પીએમ મોદી દ્વારા PM મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેશન સેન્ટરમાં PM મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, ચેક ગણરાજ્યના PM પેટ્ર ફિયાલા, મોજામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિંટો સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં તમામ લોકોને આવકારુ છે, વાઈબ્રન્ટ ગ્લૉબલ સમિટમાં મોદી મોદી થયુ હતુ. વાઈબ્રન્ટ સમિટના મહેમાનોનો PMએ માન્યો આભાર. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કર્યુ અને ગુજરાતને ‘વાઈબ્રન્ટ ગિફ્ટ’ આપી હતી. આગળના 25 વર્ષના લક્ષ્ય પર ભારતનું કામ ચાલી રહ્યું છે. આઝાદીના 100 વર્ષમાં વિકસિત ભારતનું લક્ષ્ય છે. હવેના 25 વર્ષ ભારત માટે અમૃતકાળ રહેશે. નવા સપના, નવા સંકલ્પનો કાર્યકાળ છે. હવેના 25 વર્ષ ભારત માટે ખુબ મહત્વના છે.