બાબરી મસ્જિદના પક્ષકાર હતા ઈકબાલ અંસારી
સમગ્ર દેશમાં અયોધ્યામાં બની રહેલ ભવ્ય રામ મંદિરના ભૂમિપૂજન માટે રાહ જોવાઈ રહી છે. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમના મહેમાનોને આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. અયોધ્યા કેસમાં પક્ષકાર રહેલા ઈકબાલ અંસારીને પણ આમંત્રણ મળ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અનેક અનેક VIPથી VVIP હસ્તીઓ ભાગ લેશે.
રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં આશરે 4000થી વધારે શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ભવ્ય કાર્યક્રમ માટે ઈકબાલ અંસારીનો પણ સમાવેશ થાય છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ મહારાજ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. ઈકબાલ અંસારીએ આમંત્રણ મળ્યા બાદ કહ્યું કે, “હું જરૂર હાજર રહીશ, મને ભગવાન રામની મરજીથી જ આમંત્રણ મળ્યું છે.” ઈકબાલ અંસારીએ કહ્યું હતું કે અયોધ્યા આવનાર દરેક વ્યક્તિ અમારા મહેમાન છે અને તેમનું અભિનંદન તથા સ્વાગત અમારા ધર્મ તથા પરંપરા છે. અયોધ્યામાં ભાઈચારાની સંસ્કૃતિ છે, હું હંમેશાથી મઠ-મંદિરોમાં જતો રહ્યો છું.
ઈકબાલ અંસારી ભૂમિપૂજન કાર્યક્રમમાં પીએમ મોદીને રામ ચરિત માનસ અને રામ નામાની ભેટ આપશે. ગત 30મી ડિસેમ્બર 2023ના રોજ વડાપ્રધાન મોદી અયોધ્યાનાં પ્રવાસ પર હતા. ત્યારે તેમનાં રોડ શો દરમિયાન ઈકબાલ અંસારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પુષ્પવર્ષા કરી હતી. ઈકબાલ અંસારી રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ કેસ લડ્યા હતા. આ કેસમાં તેઓ બાબરી મસ્જિદના પક્ષકાર પણ હતા.
નોંધનીય છે કે રામમંદિરનાં ઉદ્ઘાટનનું આમંત્રણ મળ્યા બાદ તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અયોધ્યાનો ઘણો વિકાસ થયો છે. અગાઉ આ નાના રેલવે સ્ટેશન હતું અને આજે એક ભવ્ય રેલવે સ્ટેશન છે. આ ઉપરાંત અયોધ્યામાં હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ અચૂકપણે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના હિસ્સાનો ભાગ બનવા માગીશ.