વરિષ્ઠ અધિકારી મુતાબિક ટૂંક સમયમાં જાહેરાત થશે
છેલ્લા ચાર વર્ષથી પેન્ડિંગ કાયદો હવે રામ મંદિરના સાથે કાયદાની અમલની તૈયારીઓ શરૂ
નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ 2024 લોકસભા ચૂંટણી પહેલા લાગુ થઈ શકે છે. આ પહેલા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર હાલ ચર્ચામાં છે. 22 તારીખે રામ જન્મભૂમિ પર બનેલા ભવ્ય મંદિરમાં રમલલ્લાની મૂર્તિ સ્થાપિત થશે. આમ કેન્દ્રની મોદી સરકારના નેતૃત્વમાં એક પછી એક મોટા નિર્ણયો અંજામ આપવાના શરૂ કરી દીધા છે આ દરમિયાન એવો અહેવાલ સામે આવ્યો છે કે કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીની માહિતી અનુસાર લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલાં નાગરિકતા સુધારો કાયદો (CAA) લાગુ કરી શકે છે. CAA 2019ના આ કાયદો નિયમો લોકસભા ચૂંટણી પહેલા જાહેર કરી શકે છે
કેન્દ્ર સરકાર વરિષ્ઠ અધિકારી
સરકારી અધિકારી મુસાફિક નિયમો જાહેર થયા સાથે ઓનલાઇન પોર્ટલ પણ તૈયાર થઈ ચૂક્યો છે. આખી પ્રક્રિયા ઓનલાઈન થશે. વધુ સરકારી અધિકારીએ કહ્યું કે અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજ માંગવામાં આવશે નહીં
કેન્દ્રમાં 2019 માં નિયમ પાસ કર્યો
CAA આ કાયદા હેઠળ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા બિન મુસ્લિમો હિન્દુ ,શીખ, જૈન, બૌદ્ધ ,પારસી અને ખ્રિસ્તી ને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. CAA ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. કાયદો પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિ દ્વારા સંમતિ આપ્યા બાદ દેશના કેટલાક ભાગોમાં ભારે વિરોધ થયો હતો.