3 વર્ષની ફિક્સ ડિપોઝિટનાં વ્યાજદરમાં પણ વધારો કરાયો, PPFના વ્યાજદરમાં કોઈ બદલાવ થયો નથી
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારાઓને કેન્દ્ર સરકારે નવા વર્ષની મોટી ભેટ આપી છે. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે યોજનાના વ્યાજ દરોને 8 ટકાથી વધારીને 8.2 ટકા કરી દેવાયા છે. આ સિવાય 3 વર્ષની મર્યાદા વાળા ડિપોઝિટ પર વ્યાજને 7 ટકાથી વધારીને 7.1 ટકા કરી દેવાયું છે. પરંતુ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કરાયો. ખાસ કરીને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPFના રોકાણકારોને ફરી નિરાશા સાપડી છે.
કેન્દ્ર સરકારે નવા વર્ષના પહેલા કર્વાટરમાં એટલે કે જાન્યુઆરી-માર્ચ 2024 સુધી 2 નાની બચત યોજનાઓ પર વ્યાજ દર વધારી દીધા છે. જો તમે સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરવા માગો છો તો તમારા માટે ખુશખબરી છે. સરકારે જે સ્મોલ સેવિંગ સ્કીમ્સના વ્યાજદરમાં વધારો કર્યો છે તેમાં સુકન્યા સમૃદ્ધિ અને 3 વર્ષની પોસ્ટ ઓફિસ એફડી છે. સુકન્યાના વ્યાજ દર 20 બીપીએસ સુધી વધારી દેવાયા છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પહેલા વ્યાજ દર 8 ટકા હતા, જે હવે વધીને 8.2 થઈ ગયા છે.
કેન્દ્ર સરકારે પોતાના પહેલા કાર્યકાળમાં દીકરીઓ માટે સુકન્ય સમૃદ્ધિ યોજનાની શરુઆત કરી હતી. આ યોજના અંતર્ગત ન્યૂનત જમા રાશિ 250 રુપિયા છે અને એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રુપિયા રાખવામાં આવી છે. આ ખાતું કોઈ દીકરીના નામે તેના 10 વર્ષની આયુ સુધીમાં ખોલાવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું પોસ્ટ ઓફિસ કે અધિકૃત બેંકમાંથી ખોલાવી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના સિવાય સરકારે 3 વર્ષના ફિક્સ ડિપોઝિટ માટેનાં વ્યાજદરમાં પણ વધારો કરાયો છે. 3 વર્ષના ફિક્સ ડિપોઝિટ પર વ્યાજદર પહેલા 7 ટકા હતો જે હવે 7.1 ટકા થઈ ગયો છે. જો કે સરકારે PPFના વ્યાજદરમાં કોઈ પ્રકારનો ફેરફાર કર્યો નથી. 3 વર્ષથી વધુ સમયથી PPFના વ્યાજદરમાં કોઈ બદલાવ થયો નથી. છેલ્લી વખત એપ્રિલ-જૂન 2020માં બદલાવ થયો હતો. કેન્દ્ર સરકારે 5 વર્ષની રિકરિંગના જમા દરોમાં સામાન્ય વધોર કર્યો હતો.
જાન્યુઆરી-માર્ચ 2024ના વ્યાજદર
સુકન્યા સમૃદ્ધિ યોજના- 8.2 %
સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ- 8.2 %
મંથલી ઈનકમ એકાઉન્ટ- 7.4 %
સેવિંગ ડિપોઝિટ- 4 %
1 વર્ષ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ- 6.9 %
2 વર્ષ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ- 7 %
3 વર્ષ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ- 7.1 %
5 વર્ષ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ- 7.5 %
5 વર્ષ આરડી- 6.7 %
કિસાન વિકાસ પત્ર- 7.5 %
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ (NSC)- 7.7 %
PPF- 7.1 %