મોહમ્મદ શમી ઈજાના કારણે ટીમની બહાર
દીપક ચાહરના સ્થાને આકાશ દીપની પસંદગી
દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ભારતીય ટીમને બે મોટા આંચકાઓ લાગ્યા છે. ટેસ્ટ ટીમમાં સામેલ મોહમ્મદ શમી ઈજાના કારણે ટીમની બહાર છે. તેવામાં ODI ટીમનો હિસ્સો રહેલા દીપક ચહરે પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. દીપકે પરિવારમાં મેડિકલ પ્રોબ્લેમના કારણે ઓડીઆઈ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હવે પસંદગી સમિતિએ તેના સ્થાને આકાશ દીપની પસંદગી કરી છે. મોહમ્મદ શમી વિશે પહેલાથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેનું રમવું એ તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ બંને બોલરો વિશે માહિતી શેર કરી છે. અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અંગે બીસીસીઆઈએ કહ્યું કે મેડિકલ ટીમે શમીની ફિટનેસ ચેક કરી હતી. જેમાં તે પાસ થયો નથી, તેના કારણે તે 26 ડિસેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તો દીપક ચહર પણ આ પહેલા આફ્રિકા સામે રમાયેલી ટી-20 સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તેણે કોઈ મેચ રમી ન હતી, તે ટીમ ઈન્ડિયા સાથે આફ્રિકા આવ્યો ન હતો. હવે તેણે 17 ડિસેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
ભારતીય ટીમ:
રૂતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ કુમાર, અર્શદીપ સિંહ, આકાશ દીપ.