ઇન્ડિયન એરફોર્સનું હૈદરાબાદથી ઉડાન ભરેલું વિમાન ક્રેશ બે પાઈલોટના મોત

Telangana-Indian-Air-Force

તેલંગાણામાં ટ્રેનિંગ દરમિયાન ઇન્ડિયન એરફોર્સ વિમાન દુર્ઘટનાગ્રસ્ત

વિમાને હૈદરાબાદ નજીક ડુંડીગલનાં એરફોર્સ એકેડમી AFAથી ઉડાન ભરી હતી તેવી જાણ વરિષ્ટ અધિકારીએ કરી હતી

હૈદરાબાદ: સોમવારે સવારે તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થવાના સમાચાર છે. આ ઘટના તેલંગાણાના જિલ્લાના મેડક જિલ્લામાં બની હતી. દુર્ઘટના સમયે વિમાનમાં એક ટ્રેઈનર પાઈલટ અને ટ્રેઈની પાઈલટ હાજર હતા. આ અકસ્માતમાં બંને પાયલોટના મોત થયા છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તે જ સમયે, આ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે આ અકસ્માત જિલ્લાના તુપરન મંડલમાં થયો હતો. તેમણે જણાવ્યું કે દુર્ઘટના સમયે પ્લેનમાં એક ટ્રેનર અને ટ્રેઇની પાયલટ હાજર હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિમાને હૈદરાબાદ નજીક ડુંડીગલમાં એરફોર્સ એકેડમી (એએફએ)થી ઉડાન ભરી હતી. તેમણે કહ્યું કે AFA સત્તાવાળાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

એરફોર્સ વિમાન દુર્ઘટના

એરફોર્સે જણાવ્યું કે ટ્રેનર એરક્રાફ્ટ રૂટીન ફ્લાઈટ પર હતું. આ દુર્ઘટનામાં બંને પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેના કારણે તેમનું મોત થયું હતું. આ દુર્ઘટનામાં કોઈ નાગરિક કે જાનમાલને નુકસાન થયું નથી. એરફોર્સે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.

ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેનર વિમાને તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીથી સવારે ઉડાન ભરી હતી. જે બાદ સવારે 8.55 વાગ્યે પ્લેનને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં સામેલ વિમાન પિલાટસ પીસી-7 એમકે-2 એરક્રાફ્ટ હતું.