કેરળની ખાનગી હોસ્પિટલમાં 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
તેઓ દેશના ઉચ્ચ ન્યાયતંત્રમાં નિયુક્ત થનારી પ્રથમ મુસ્લિમ મહિલા પણ હતા
તેઓ 1983માં સુપ્રીમ કોર્ટનીના પ્રથમ મહિલા જજ બન્યા હતા
સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ જસ્ટિસ ફાતિમા બીવીનું આજે સવારે કેરળની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. 96 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જસ્ટિસ ફાતિમા બીવી ભારતની સુપ્રીમ કોર્ટના જજ બનનાર પ્રથમ મહિલા હતા. આ ઉપરાંત તેઓ દેશના ઉચ્ચ ન્યાયતંત્રમાં નિયુક્ત થનારી પ્રથમ મુસ્લિમ મહિલા પણ હતા.
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જસ્ટિસ ફાતિમા બીવીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, તેમણે સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ અને તમિલનાડુના ગવર્નર તરીકે પોતાની છાપ છોડી છે. જ્યોર્જે એક નિવેદનમાં કહ્યું કે , તે એક બહાદુર મહિલા હતી જેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તે એક એવું વ્યક્તિત્વ હતું, જેમણે તેમના જીવન દ્વારા બતાવ્યું કે મજબૂત ઇચ્છાશક્તિ અને હેતુની સમજ સાથે કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિને પાર કરી શકાય છે.
જસ્ટીસ ફાતિમા બીવીનો જન્મ 1927માં કેરળમાં થયો હતો અને તેના પિતાએ તેને કાયદાનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે 1950માં બાર કાઉન્સિલની પરીક્ષામાં ટોપ કર્યું અને બાર કાઉન્સિલ ગોલ્ડ મેડલ મેળવનારી પ્રથમ મહિલા બન્યા હતા. કેરળમાં વકીલ તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને 1974માં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ બનવા સુધી તેમણે કામ કર્યું હતું.
ફાતિમા બીવી 1989માં સુપ્રીમ કોર્ટની મહિલા જજ બનનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા. તેઓ સુપ્રીમ કોર્ટના જજ તરીકે સેવા આપ્યા બાદ તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. તેઓ કોઈપણ ઉચ્ચ ન્યાયતંત્રમાં નિયુક્ત થનારી પ્રથમ મુસ્લિમ મહિલા જજ પણ હતા. આ ઉપરાંત એશિયામાં કોઈ દેશની સર્વોચ્ચ અદાલતની પ્રથમ મહિલા જજનું બિરુદ પણ તેમના નામે છે. રાજકીય ક્ષેત્રે પણ તેમણે પોતાની છાપ છોડી હતી.