આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની તપાસ પૂર્ણ થઈ હોવાથી, કેંસરની સારવાર માટે જામીન મળ્યા છે.
પ્રજ્ઞેશ પટેલ સામે ધમકીની ફરિયાદ હોવાની દલીલ કરાઈ, ગુજરાત બહાર ન જવા અને પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવો
સમગ્ર રાજ્યમાં ખૂબર્ચચિત અમદાવાદનો ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને લઈને ગુજરાત હાઈકોર્ટના મોટા સમાચાર સામે આવ્યા છે. કાર અકસ્મતમાં 9 લોકોના ભોગ લેનાર ઈસ્કોન ઓવરબ્રિજ અકસ્મત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. ચાર્જશીટ રજૂ થઈ ગઈ, તપાસ પૂર્ણ થઈ ગઈ અને ગુજરાત હાઈકોર્ટેમાં પ્રજ્ઞેશ પટેલ સામે ધમકીની ફરિયાદ હોવાની દલીલ કરાઈ, ગુજરાત બહાર ન જવા જામીન મળ્યા અને ગુજરાત નહી છોડવાની શરતે કોર્ટે પ્રજ્ઞેશ પટેલને જામીન આપ્યા છે. પાસપોર્ટ હાઇકોર્ટમાં જમા કરાવાનો આદેશ કર્યો છે.
આ કેસમાં મુખ્ય આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ સામે ઘટનાસ્થળે લોકોને ધમકાવવા માટે ધરપકડ કરવામાં આવી છે. 103 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલને જામીન મળ્યા છે. પ્રજ્ઞેશ પટેલને તેનો પાસપોર્ટ હાઈકોર્ટમાં જમા કરાવવા પણ હુકમ કરાયો છે. હાઈકોર્ટે મેડિકલ સારવાર માટે જામીન આપ્યા છે.
ઈસ્કોન બ્રિજના મુખ્ય આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે થોડા સમય પહેલા પોતાની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી. તેને લઈને આજે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમીયાન નિર્ણય કર્યો છે. મેડિકલ સરવાર એટલે કે કેંસરની કરવાર માટે શરતી જામીન મળ્યા છે. ગુજરાત નહી છોડવાની હાઇકોર્ટે પ્રજ્ઞેશ પટેલને જામીન આપ્યા છે.
ધમકાના આરોપમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો
ઇસ્કોન બ્રિજ અકસ્માત વખતે આરોપીના તથ્યના પિતા પ્રજ્ઞેશ સામે ઘટનાસ્થળે લોકોને ધમકાવ્યા હતા. આ ધટના દરમિયાન પોતાના પુત્રને સારવાર અર્થે લઈ ગયા હતા. લોકોને ધમકાવવા માટે ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ મહિના બાદપ્રજ્ઞેશ પટેલને જામીન મળ્યા છે. પ્રજ્ઞેશ પટેલને તેનો પાસપોર્ટ હાઈકોર્ટમાં જમા કરાવવા પણ હુકમ કરાયો છે. હાઈકોર્ટે મેડિકલ સારવાર માટે જામીન આપ્યા છે.