કેન્દ્રીય ગૃહમંત્રીના વર્ષ 2023 માટે “સ્પેશિયલ ઓપરેશન મેડલ” 4 સ્પેશિયલ ઓપરેશન્સ માટે એનાયત, ગુજરાતના 20 અધિકારીઓ સન્માનિત

special-operation-medal

આ એવોર્ડ આતંકવાદ સામે મુકાબલો, સરહદ પાર કાર્યવાહી, હથિયાર નિયંત્રણ, કેફી પદાર્થોની તસ્કરી અટકાવવી જેવા ક્ષેત્રોમાં આપવામાં આવે છે, દર વર્ષે 31મી ઓક્ટોબરે તેની જાહેરાત કરવામાં આવે છે
10 રાજ્યો અને 3 કેન્દ્રીય એજન્સીઓમાંથી 204 પોલીસ અધિકારીઓની પસંદગી કરાઈ
, પુરસ્કાર વિજેતાઓની યાદી નીચે આપેલ છે

કેન્દ્રિય ગૃહમંત્રાલયે 31  ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ પર   કરી હતી. વર્ષ 2023 માટે “કેન્દ્રીય ગૃહ પ્રધાન સ્પેશિયલ ઓપરેશન મેડલ” 4 સ્પેશિયલ ઓપરેશન્સ માટે એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ માટે દર વર્ષે 31મી ઓક્ટોબરે તેની જાહેરાત કરવામાં આવે છે.

આ એવોર્ડ આતંકવાદ વિરોધી, સરહદી કાર્યવાહી, શસ્ત્ર નિયંત્રણ, માદક દ્રવ્યોની દાણચોરી અટકાવવા અને બચાવ કામગીરી જેવા ક્ષેત્રોમાં વિશેષ કામગીરી માટે આપવામાં આવે છે. એક વર્ષમાં, પુરસ્કાર માટે સામાન્ય રીતે 3 સ્પેશિયલ ઓપરેશન્સ ગણવામાં આવે છે અને અસાધારણ સંજોગોમાં, રાજ્ય/યુટી પોલીસને પ્રોત્સાહિત કરવા માટે 5 સ્પેશિયલ ઓપરેશન્સ સુધી એવોર્ડ આપવામાં આવે છે.

ગુજરાતના 20 સહિત 204 પોલીસ અધિકારીઓની પસંદગી

કેન્દ્રીય ગૃહમંત્રીના સ્પેશિયલ ઓપરેશન મેડલ-2023 માટે ગુજરાતના 20 સહિત 204 પોલીસ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. DIGP દિપેન ભદ્રમ, ડીવાયએસપી ભાવેશ રુઝીયા સહિત ગુજરાતમાંથી 20 પોલીસ અધિકારીઓની મેડલ માટે પસંદગી કરાઈ છે. મણિપુર પોલીસના મહાનિદેશક રાજીવ સિંહ તેમજ જમ્મુ-કાશ્મીરમાં વિવિધ હોદ્દાઓ પર કાર્ય કર્યા બાદ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)માં તૈનાત થનારા વરિષ્ઠ IPS અધિકારી અમિક કુમારનું નામ પણ યાદીમાં સામેલ છે.

ગુજરાતના 20 પોલીસકર્મીઓ અને અધિકારીઓને આ મેડલથી સન્માનિત કરાયા હતા. જેમાં દીપેન ભાદરાન, ડીઆઇજીપી, સુનીલ જોશી, એસપી, બળવંતસિંહ ચાવડા, ડીવાયએસપી, ભાવેશ.પી. રોજિયા, ડીવાયએસપી, હર્ષ એન ઉપાધ્યાય, ડીવાયએસપી, વિષ્ણુ કુમાર બી પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સંજય કુમાર.એન.પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર, જતિન કુમાર.એમ. પટેલ,  પોલીસ ઇન્સ્પેક્ટર, જયેશ.એન.ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર, હસમુખભાઇ. કે ભરવાડ, પોલીસ ઇન્સ્પેક્ટર, ભીખાભાઇ એચ કોરોટ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, રવિરાજસિંહ.બી.રાણા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, શ્રીમતિ કોમલ.આર. વ્યાસ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, મૃણાલ.એન.શાહ, પોલીસ વાયરલેસ સબ-ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે.

આ એવોર્ડ માટે 10 રાજ્યો અને ત્રણ કેન્દ્રીય એજન્સીઓમાંથી 204 પોલીસ અધિકારીઓની પસંદગી કરાઈ છે, જેમાં CRPFમાંથી 20, NIAમાંથી 9, NCBમાંથી 14, આંધ્રપ્રદેશમાંથી 12, આસામમાંથી પાંચ, ગુજરાતમાંથી 20, ઝારખંડમાંથી 16, મધ્યપ્રદેશમાંથી 21, તમિલનાડુમાંથી 19, તેલંગણામાંથી 22, ત્રિપુરામાંથી 2, પશ્ચિમ બંગાળમાંથી 10 અને ઉત્તરાખંડમાંથી 3 પોલીસ અધિકારીઓની એવોર્ડ માટે પસંદગી કરાઈ છે.

નોંધનીય છે કે, હાઈ લેવલના ઓપરેશનોમાં મહત્વની ભૂમિકાને ધ્યાને લઈ વર્ષ 2018માં આ એવોર્ડની શરૂઆત કરાઈ હતી. આ મેડલની રચના તે કામગીરીને ઓળખવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી, જેમાં ઉચ્ચ સ્તરનું આયોજન છે, દેશ/રાજ્ય/યુટીની સુરક્ષા માટે ઉચ્ચ મહત્વ છે અને સમાજના મોટા વર્ગોની સુરક્ષા પર નોંધપાત્ર અસર છે.

પુરસ્કાર વિજેતાઓની યાદી