અયોધ્યા રામ મંદિરમા નવા પૂજારીઓની નિમણૂક કરવાની તૈયારી, અરજી ઓનલાઈન મોકલી શકશે

ram-mandir

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પૂજારીની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું, અરજી મોકલવાની છેલ્લી તારીખ 31 ઓક્ટો. 2023
અરજી કરનારે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે, પછી તેમણે 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે, તાલીમ બાદ મળશે સ્ટાઈપેન્ડ

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિનો અભિષેક થવાનો છે ત્યારે તે સમયે પીએમ મોદી પોતે મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારે હવે તે સમયે, હવે આ મંદિરોની સંભાળ રાખવા માટે પૂજારીઓની નિમણૂક કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં નવા પુજારીઓની ભરતી કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પૂજારીની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ઈચ્છુક વ્યક્તિઓની અરજી મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2023 છે. જેમા અરજી કરનારે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. પછી તેમણે 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે. વિશેષ ટ્રેનિંગ બાદ પુજારીની નિયુક્તિ કરવામાં આવશે. ટ્રેનિંગ દરમ્યાન દર મહિને 2000 રુપિયા આપવામાં આવશે.

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ દરમ્યાન મંદિર વિસ્તારમાં શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને જોતા પૂજા પાઠ વગેરે માટે ટ્રસ્ટ દ્વારા પુજારિયોની નિયુક્તિ માટેની તૈયારી કરવામાં આવી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તે પ્રમાણે રામ મંદિરની સેવા માટે જલ્દીથી પુજારીના જગ્યાઓ ભરવામાં આવશે. મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ઈચ્છુક વ્યક્તિઓની અરજી મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2023 છે. જેમા અરજી કરનારે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. પછી પસંદગી પામેલા ઉમેદવારોને 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે. વિશેષ ટ્રેનિંગ બાદ પુજારીની નિયુક્તિ કરવામાં આવશે. ટ્રેનિંગ દરમ્યાન દર મહિને 2000 રુપિયા આપવામાં આવશે. આ ઉપરાંત ટ્રેનિંગ દરમ્યાન ઉમેદવારોને રહેવા તેમજ જમવાની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. ઉપરાંત, અરજદારે 6 મહિના માટે શ્રી રામનાનંદીય દીક્ષા લીધી હોવી જોઈએ અને ગુરુકુલ શિક્ષણ પ્રણાલીમાં અભ્યાસ કરેલ હોવો જોઈએ. તે જ સમયે, અરજદારોની વય મર્યાદા 20-30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ પદો માટે અયોધ્યા ક્ષેત્રના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

શ્રીરામ મંદિરના પૂજારીઓની દિવાળી સુધરીઃ બીજી વાર પગારવધારો
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યાના રામ મંદિરના પૂજારીઓના પગારવધારો કર્યો છે. એક વર્ષની અંદર શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રૂ. 25,000થી પગાર વધારીને રૂ. 32,900 કર્યો છે. આ જ પ્રકારે પાંચ સહાયક પૂજારીઓના પગાર પણ વધારીને રૂ. 20,000થી વધારીને રૂ. 31,900 કરવામાં આવ્યો છે. આ સિવાય પૂજારીઓને આરોગ્ય વીમા, TA-DA પણ આપવામાં આવશે. આ પગારવધારા પર પૂજારીઓએ આનંદ વ્યક્ત કરતા ટ્રસ્ટનો આભાર માન્યો છે. જોકે રામ લલ્લાના પૂજારીઓને છ મહિનામાં બીજું ઇન્ક્રિમેન્ટ મળ્યું છે.