બાંગ્લાદેશમાં માલગાડી સાથે પેસેન્જર ટ્રેન અથડાઈ, 16 યાત્રિકોના મોત, 100થી વધુ ઘાયલ, બચાવ અભિયાન શરુ

bangladesh train accident

બે ટ્રેન આમને-સામને અથડાઈ, ગુડ્સ ટ્રેનના ડ્રાઇવરની ભૂલને કારણે થયો અકસ્માત, પેસેન્જર ટ્રેનના બે ડબ્બા સંપૂર્ણપણે નાશ પામ્યા

બાંગ્લાદેશનમાં રાજધાની ઢાકાથી લગભગ 80 કિલોમીટર દૂર સોમવારે બપોરે બે ટ્રેન અથડાઈ હતી. મળેલ માહિતી અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે.

પ્રાથમિક માહિતી અનુસાર, બાંગ્લાદેશના કિશોરગંમાં એક યાત્રી ટ્રેન અને માલગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ. એક પેસેન્જર ટ્રેન પાટા પર ઊભેલી માલગાડી સાથે અથડાઈ હતી. અકસ્માતની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે માલસામાન ટ્રેનના ડ્રાઇવરે સિગ્નલ મળવા છતાં ટ્રેનને બીજા ટ્રેક પર ખસેડી ન હતી. બીજી બાજુથી આવતી પેસેન્જર ટ્રેનના ડ્રાઈવરે પ્રયાસ કરવા છતાં પણ અકસ્માત ટળી શક્યો નહોતો. તેણે પોતાનો ટ્રેક પણ બદલવો પડ્યો. સ્થાનિક મીડિયા અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોનાં મૃતદેહ મળ્યા છે જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે. પેસેન્જર ટ્રેનના ડબ્બાઓમાં હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે. રેસ્ક્યૂ ટીમ સ્થળ પર હાજર છે. હાલ બચાવ અભિયાન શરુ કરી દેવાયું છે. ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આસિસ્ટન્ટ ડિરેક્ટર પ્રધાન સરકારે આ વાતની પુષ્ટિ કરી છે. સરકારે આ મામલે તપાસની જાહેરાત કરી છે. પેસેન્જર ટ્રેનના બે ડબ્બા સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ ઘટના સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. આ દુર્ઘટના બાદ ઢાકા-ચિટગાંવ અને સિલહેટ-કિશોરગંજ ટ્રેક પર રેલસેવા બંધ કરી દેવામાં આવી છે.