ભારતને અત્યાર સુધીમાં 3 ગોલ્ડ સહિત કુલ 14 મેડલ
19મી એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે હાંગઝોઉમાં ભારતને સેલિંગમાં ત્રીજો મેડલ મળ્યો. ઘોડેસવારી ટીમે આજે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સ 2023નું આયોજન ચીનના હાંગઝોઉમાં થઈ રહ્યું છે. ભારતનું પ્રદર્શન આ ટૂર્નામેન્ટમાં શાનદાર રહ્યું છે અને 11 મેડલ મળી ચૂક્યા છે. મેડલનો સિલસિલો આગળ વધારતા ભારતે એક ઈતિહાસ રચી દીધો છે. ઘોડેસવારી કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઘોડેસવાર સુદીપ્તી હાલેજા, દિવ્યાકૃતિ સિંહ, હૃદય ચેડા અને અનુષ અગરવલ્લાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે 41 વર્ષ પછી ઘોડેસવારીમાં ટીમ ઈવેન્ટમાં પોતાનો પહેલો ગોલ્ડ જીત્યો છે.

19મી એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે હાંગઝોઉમાં સેલિંગમાં ભારતને તેનો બીજો મેડલ મળ્યો હતો. ભારતના ઇબાદ અલીએ મેન્સ સેલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા નેહા ઠાકુરે 28 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતનો આજના દિવસનો આ બીજો મેડલ છે. આ સાથે એશિયન ગેમ્સમાં ભારતના 13 મેડલ થઈ ગયા છે. જેમાં બે ગોલ્ડ મેડલ સામેલ છે.
ડ્રેસેજ ઈવેન્ટમાં ભારતીય જોડીએ 209.205 પોઈન્ટ બનાવ્યા અને પ્રથમ સ્થાન મેળવ્યું. આ સાથે ભારતે એશિયન ગેમ્સ 1982 બાદ આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ પોતાની મહેનતથી ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
સ્વિમિંગમાં મેન્સની 4×100 મીટર મેડલે રિલે ટીમ નેશનલ રેકોર્ડ સાથે ફાઇનલમાં પહોંચી છે. અંકિતા રૈના ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ પહેલા મંગળવારે ભારતે હોકીમાં સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. તેમજ જુડોના બે ખેલાડીઓએ ક્વાર્ટર ફાઇનલમાં ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.