કાશીમાં PMએ લગભગ 1600 કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું

modi

વારાણસીમાં PM મોદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો, સચિન તેંડુલકરે PM મોદીને ‘નમો’ લખેલી જર્સી ભેટમાં આપી

પીએમ મોદીની સાથે સીએમ યોગીએ પણ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન કર્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 42મી મુલાકાતે શનિવારે વારાણસી પહોંચ્યા હતા. કાશીમાં તેમના 6 કલાકના રોકાણ દરમિયાન, પીએમ મોદીએ 3 કાર્યક્રમોમાં ભાગ લીધો. સૌથી પહેલા તેમણે 450 કરોડના ખર્ચે બનેલા ક્રિકેટ સ્ટેડિયમનું શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર પણ મંચ પર હાજર હતા. આ દરમિયાન સચિને પીએમ નરેન્દ્ર મોદીને નમો લખેલી જર્સી પણ આપી હતી.

કાશીમાં PMએ લગભગ 1600 કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. સૌ પ્રથમ તેઓ ગંજરીમાં જાહેર સભા બાદ સંપૂર્ણાનંદ સ્ટેડિયમ પહોંચ્યા હતા. અહીં તેણે સંપૂર્ણાનંદ સ્ટેડિયમમાં નારી શક્તિ વંદન-અભિનંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

સચિન તેંડુલકરે PM મોદીને ‘નમો’ લખેલી જર્સી ભેટમાં આપી

આ પછી પીએમ મોદી રૂદ્રાક્ષ સેન્ટર પહોંચ્યા. અહીં 16 અટલ રેસિડેન્શિયલ સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ યોગી સરકારના વખાણ કરતા કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ રાજનીતિ માટે પૈસા ખર્ચી રહી છે. જ્યારે યોગી આદિત્યનાથ શાળાઓ બનાવવા માટે સરકારી નાણાંનો ઉપયોગ કરી રહ્યા છે. આપણા પક્ષો અને અન્ય પક્ષોમાં આ જ તફાવત છે.

મોદીએ શિવધામ જેવા ઈન્ટરનેશનલ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો છે. તેમની સાથે સીએમ યોગીએ પણ લોકોને શુભેચ્છા પાઠવી હતી. મોદી ગંજરીમાં વિશાળ જનસભામાં મિશન-2024નું રણશિંગું પણ ફૂંક્યું છે. PM ખુલ્લી જીપમાં કાશીના લોકોની વચ્ચે પહોંચ્યા હતા. વારાણસીનું નવું સ્ટેડિયમ ભગવાન શીવજીની થીમ પર બનશે. જેમાં ડમરુના આકારમાં મીડિયા બોક્સ બનશે. જ્યારે ત્રિશૂલ આકારમાં ફ્લડલાઇટ્સ બનશે. તો ચંદ્રમા જેવી છત હશે અને બિલીપત્ર આકારની મુખ્ય પ્રવેશદ્વારની ડિઝાઇન બનાવાશે. દર્શકો માટે ગંગા ઘાટની જેમ બેસવા માટે બેઠકોની વ્યવસ્થા હશે. આ સ્ટેડિયમની કેપેસીટી અંદાજે 30 હજાર જેટલી હશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં ભગવાન શિવની થીમ વાળા ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો છે. 121 કરોડની જમીન પર બનનારા આ સ્ટેડિયમનો ખર્ચ અંદાજે 330 કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

વારાણસીમાં આયોજિત આ મેગા ઈવેન્ટમાં સ્ટેજ પર PM મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સચિન તેંડુલકર, BCCI સચિવ જય શાહ સહિત અન્ય ક્રિકેટર હાજર હતા. આ દરમિયાન સચિન તેંડુલકરે PM મોદીને એક વિશેષ જર્સી ભેટમાં આપી હતી. જેમાં આગળ ઈન્ડિયા અને પાછળ ‘નમો’ નામ પ્રિન્ટ છે.

વારાણસીના ગાંજરી, રાજાતાલાબમાં બનાનારૂં આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ અંદાજે 450 કરોડ રૂપિયાના ખર્ચે 30 એકરથી વધુ વિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ સ્ટેડિયમની થીમ આધારિત આર્કિટેક્ચરલ પ્રેરણા ભગવાન શિવ પાસેથી લેવામાં આવી છે, જેમાં અર્ધચંદ્રાકાર આકારની છત, ત્રિશુલ આકારની ફ્લડ-લાઇટ, ઘાટની સીડીઓ આધારિત બેઠક વ્યવસ્થા, બિલીપત્ર આકારની ધાતુની ચાદરની ડિઝાઇન વિકસાવવામાં આવી છે. આ સ્ટેડિયમની ક્ષમતા 30 હજાર દર્શકોની હશે. સાથે વર્ષ 2025 સુધીમાં આ સ્ટેડિયમ તૈયાર થઈ જશે.

આ ક્રિકેટ સ્ટેડિયમ ગંજરી વિસ્તારમાં 30 એકરથી વધુ વિસ્તારમાં બનાવવામાં આવશે. આ સ્ટેડિયમ બનાવવા માટે રૂપિયા 330 કરોડથી વધુનો ખર્ચ થશે. આ સ્ટેડિયમમાં લગભગ 30 હજાર દર્શકોની બેઠક ક્ષમતા હશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં આ ત્રીજું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ હશે. અત્યારે ઉત્તરપ્રદેશમાં લખનઉ અને કાનપુરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે.