મહિલાઓ અંગેની દલીલ અને નિર્ણયોમાં રૂઢીવાદી શબ્દોનો ઉપયોગ કરી શકાશે નહીં
આ માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડે જેંડર સ્ટીરિયોટાઈપ કોમ્બેટ હેન્ડબુક લોન્ચ કરી
સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે મોટી પહેલ કરી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયો અને દલીલોમાં હવે જેન્ડર સ્ટીરિયોટાઇપ એટલે કે રૂઢીવાદી શબ્દોનો ઉપયોગ કરી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે વપરાતા અપમાનજનક શબ્દો પર પ્રતિબંધ લગાવવા માટે જેન્ડર સ્ટીરિયોટાઇપ્સ કોમ્બેટ હેન્ડબુક લોન્ચ કરી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડે જેંડર સ્ટીરિયોટાઈપ કોમ્બેટ હેન્ડબુક લોન્ચ કરી છે. મહિલાઓ અંગેની દલીલ અને નિર્ણયોમાં સ્ટીરિયોટાઈપ શબ્દોનો ઉપયોગ કરી શકાશે નહીં.
8 માર્ચે મહિલા દિવસ પર સુપ્રીમ કોર્ટમાં આયોજિત એક કાર્યક્રમમાં CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે કાયદાકીય બાબતોમાં મહિલાઓ માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ બંધ થશે, ટૂંક સમયમાં એક શબ્દકોશ પણ આવશે. હવે આ આજે લોન્ચ કરી દેવામાં આવી છે. લોન્ચિંગ પ્રસંગે સીજેઆઈએ કહ્યું કે, આ હેન્ડબુકમાં મહિલાઓ માટે ઉપયોગ કરાતા વાંધાજનક શબ્દોની યાદી છે, જેની સામે ઉપયોગમાં લઈ શકાય તે નવા શબ્દો દર્શાવાયા છે. આ શબ્દોનો ઉપયોગ કોર્ટમાં દલીલ આપવા, આદેશ અને આદેશની કોપીમાં ઉપયોગ કરી શકાશે. આ હેન્ડબુક વકીલો ઉપરાંત જજો માટે પણ જારી કરાઈ છે. આ હેન્ડબુકમાં તે શબ્દો પણ સામેલ છે, જેનો અગાઉ કોર્ટમાં ઉપયોગ કરાયો છે. હવે આ શબ્દો ખોટા કેમ છે અને આ શબ્દો કાયદાને કેવી રીતે બગાડી શકે છે, તે અંગે દર્શાવાયું છે.
વધુમાં તેમણે કહ્યું કે, આ હેન્ડબુક બનાવવાનો ઉદ્દેશ્ય કોઈના નિર્ણયની ટીકા કરવાનો નહીં, પરંતુ એ કહેવાનો છે કે, અજાણતા કઈ રુઢિવાદી પરંપરા ચાલતી આવી છે. કોર્ટનો ઉદ્દેશ્ય એ બતાવવાનો છે કે, રૂઢિવાદી શું છે અને તેનાથી શું નુકસાન છે… આ સાથે જ મહિલાઓ વિરુદ્ધ વાંધાજનક ભાષાના ઉપયોગથી પણ બચી શકાશે. આ હેન્ડબુકને સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર ટુંક સમયમાં અપલોડ કરવામાં આવશે.