એફિલ ટાવર પરિસરને સાવચેતીનાં ભાગરુપે તાત્કાલિક ખાલી કરાવી દેવાયો
મળતી માહિતી અનુસાર, પેરિસમાં આવેલા એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. પોલીસને બોમ્બની માહિતી મળ્યા બાદ સાવચેતીનાં ભાગરુપે એફિલ ટાવર પરિસરને તાત્કાલિક ખાલી કરાવી દેવાયો છે. સાથે જ આગામી આદેશ સુધી જનતા માટે એફિલ ટાવરને બંધ કરી દેવાયો છે. ધમકી મળતા જ હડકંપ મચી ગયો છે.
પેરિસ પોલીસે કહ્યું કે, દુનિયામાં સૌથી વધુ મુલાકાત લેવાતા પર્યટન સ્થળોમાંથી એક એવા પેરિસના એફિલ ટાવરને બોમ્બની ધમકી આપવામાં આવી છે.