એએનઆઈને આપેલા એક ઈન્ટવ્યૂ દરમિયાન તેમણે કહ્યું : મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમાજ તરફથી આવવો જોઈએ કે સાહેબ ઐતિહાસિક ભૂલ થઈ છે અને આ ભૂલ માટે અમે ઈચ્છીએ છીએ કે સમાધાન થાય.’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મામલે એક મોટું નિવેદન આપ્યું છે. હાલમાં જ ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા એક ઈન્ટવ્યૂ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘તેને મસ્જિદ કહેવામાં આવશે તો વિવાદ થશે. આ સાથે જે તેમણે કહ્યું કે, ભગવાને જેને દ્રષ્ટિ આપી છે તે જુઓને. ત્રિશુલ મસ્જિદની અંદર શું કરી રહ્યું છે. અમે તો નથી રાખ્યું ને. જ્યોતિર્લિંગ છે દેવ મૂર્તિઓ છે. સમગ્ર દીવાલો બૂમો પાડીને શું કહી રહી છે?’ મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમાજ તરફથી આવવો જોઈએ. કે સાહેબ ઐતિહાસિક ભૂલ થઈ છે અને આ ભૂલ માટે અમે ઈચ્છીએ છીએ કે સમાધાન થાય.’
જ્ઞાનવાપી કેસમાં ASI સર્વે માટે પરવાનગી આપવામાં આવી છે.
વારાણસી કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે વજૂ સ્થળ સિવાય સમગ્ર કેમ્પસનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવામાં આવે અને એને કોઈ નુકસાન ન થાય. જિલ્લા ન્યાયાધીશે ASI ડાયરેક્ટરને 4 ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. તેમણે કોર્ટને જણાવવું પડશે કે તેઓ આ સર્વે કેવી રીતે કરશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘હું છેલ્લા સવા છ વર્ષથી ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી છું અને 2017થી ઉત્તર પ્રદેશમાં કોઈ રમખાણ તો નથી થયા ને? મોટી મોટી વાત કરનાર લોકો જુએ તો ખરા કેવી ચૂંટણી થઈ રહી છે, નગર પાલિકા ચૂંટણી, પંચાયત ચૂંટણી, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી વગેરે. પશ્ચિમ બંગાળમાં પણ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, ત્યાં શું સ્થિતિ સર્જાઈ હતી? જે રીતે પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સરકારે કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં આપણને જોવા મળ્યું છે. અહીં વિરોધ પક્ષના નેતાઓને મારવામાં આવ્યા. આ ઘટનાઓ આંખ ઉઘાડી નાખનાર છે. એના પર તો કોઈ બોલતું નથી. 1990માં કાશ્મીરમાં જે કંઈ થયું તેના પર બધા મૌન હતા. આ બેવડી નીતિ શા માટે?’ પશ્ચિમ બંગાળમાં પણ ચૂંટણી થઈ. ત્યાં શું થયું એ અમે જોયું છે. આ લોકો દેશને પશ્ચિમ બંગાળ બનાવવા માંગે છે.
આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A ગઠબંધન પર પણ નિશાન સાધ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે એને ઈન્ડિયા ન કહેવું જોઈએ, આ એક ડોટ કોમ ગ્રુપ છે, કપડાં બદલવાથી તેમને ભૂતકાળનાં કર્મોમાંથી મુક્તિ નહીં મળે.
આ મામલે એક અરજી અંજુમન ઈસ્લામિયા મસ્જિદ કમિટી (AIMC) દ્વારા દાખલ કરવામાં આવી હતી, જે મસ્જિદનું સંચાલન કરે છે. સમિતિએ પૂજા સ્થળ અધિનિયમ, 1991નો હવાલો આપતા મામલાની સ્થિરતા પર પ્રશ્ન ઉભા કર્યા હતા. અધિનિયમના અનુસાર, 15 ઓગસ્ટ 1947ના હાજર પૂજા સ્થળના ધાર્મિક પાત્રમાં પરિવર્તન પ્રતિબંધિત છે. વર્ષ 1991માં કાશી વિશ્વનાથ મંદિરના ભક્તો દ્વાકા એક દાવો દાખલ કરવામાં આવ્યો હતો, જેની પાસે જ્ઞાનવાપી મસ્જિદ સ્થિત છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, મસ્જિદનું નિર્માણ મુગલ સમ્રાટ ઔરંગઝેબના આદેશ પર ભગવાન વિશ્વેશ્વર મંદિરનો વિનાશ કરીને કરવામાં આવ્યું હતું.