AMCનું 2026-27 ડ્રાફ્ટ બજેટ રજૂ: રૂ.17,018 કરોડ અમદાવાદને વિકશાવા માટે ખર્ચાશે

11 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બે એલિવેટેડ કોરિડોર, 200 કિમીના રોડ, AIથી ચાલતી સ્માર્ટ સ્ટ્રીટ લાઈટિંગ, 24 લેક ગાર્ડનનું ડેવલપમેન્ટ, શહેરને વાયર ફ્રી બનાવવાની જોગવાઈઓ.

અમદાવાદ, 04 બુધવાર: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ આજ 04-02-2026ના રોજ વર્ષ 2026-27 માટેનું રુપિયા 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કોર્પોરેશના કમિશનર બંછાનિધિ પાનીએ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતુ. આ બજેટમાં અમદાવાદ શહેરમાં થનાર 2036ના કોમનવેલ્થ ઓલિમ્પિક્સની ગેમ્સની મેજબાની ધ્યાનમા રાખીને રજૂ કરવામાં આવ્યું છે. યોજાનારી રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કર્યો, આ બજેટમાં શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક સુવિધા, રમતગમતોને પ્રાધાન્ય આપ્યુ છે. શહેરને આધુનિક અને વિકસિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે.

એલિવેટેડ કોરિડોર બનાવવાની યોજના
બજેટમાં શહેરના ટ્રાફિક પ્રશ્નો હળવા કરવા માટે મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. બોપલ રીંગરોડથી ઘુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઈટ, રામદેવનગરથી ઇસ્કોન સુધી 4 કિમીનો એલિવેટેડ કોરિડોર બનાવાશે. આ કોરિડોરમાં વાહનો બ્રેક વિના સરળતાથી પસાર થઈ શકશે. વધુમાં, 5 રેલવે ઓવરબ્રિજ અને 3 ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કરાશે. સ્માર્ટ પાર્કિંગ માટે સોબો સેન્ટર બોપલ, ઝાયડસ હેબતપુર રોડ, સીજી રોડ, યુનિવર્સિટી રોડ અને આઉટર રીંગ રોડ પર બસ પોર્ટ જેવા વિસ્તારોમાં વ્યવસ્થા કરાશે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની જાહેરાત
6 મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. આ પહેલથી યુવાઓ અને ખેલાડીઓને વધુ સારા તાલીમ અને સુવિધાઓ ઉપલબ્ધ થશે. બજેટમાં કરવેરા બાબતે નાગરિકોને રાહત આપવામાં આવી છે. ચાલુ વર્ષે કોઈ નવા કરમાં વધારો કરવામાં આવ્યો નથી. દર વર્ષે ટેક્સમાં બે ટકાનો વધારો કરવાની જોગવાઈ અગાઉના બજેટમાં થઈ ચૂકી હોવાથી આ વર્ષે નવી જાહેરાત કરવામાં આવી નથી અને ઓટોમેટિક વધારો લાગુ રહેશે.

આરોગ્ય સુવિધાઓ
આરોગ્ય ક્ષેત્રે નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ચાંદલોડીયા, ઘુમા, સૈજપુર બોઘા અને નરોડામાં બનાવાશે. અપગ્રેડેશન માટે સાબરમતી, રખિયાલ, માધુપુરા અને નવું બોડકદેવ અર્બન હેલ્થ સેન્ટર પસંદ કરાયા છે.

કરવેરાની આર્થિક જોગવાઈ
ચાલુ વર્ષે કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જોકે, બે વર્ષ પહેલાની જોગવાઈ મુજબ ઓટોમેટિક 2 ટકા વધારો થશે. આ બજેટમાં શહેરી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં વિવિધ યોજનાઓ માટે પૂરતું ફંડ ફાળવાયું છે.

સાબરમતી રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટ
અમદાવાદ સાબરમતી રીવર ફ્રન્ટ પાસે ટાગોર હોલ પ્લાઝા સાથે એક્ઝીબીશન કમ કન્વેશન સેન્ટરની સ્થાપના, સદર બજાર થી ઈન્દીરા બ્રીજ તેમજ પશ્ચિમ કાંઠે રેલ્વે બ્રીજ થી ઈન્દીરા બ્રીજ સુધી રોડ, અપર પ્રોમિનાડ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવાનું કામ, નહેરૂબ્રીજ તથા એલીસ બ્રીજ ની વચ્ચે રીવર સાઈડ સેવરીઝ (ફૂડ કોર્ટ) બનાવવા જેવા કામો મોટે કરોડો રુપિયા ફાળવવામાં આવ્યા છે.

પિંક ટોઇલેટની જાહેરાત
મહિલા સુરક્ષા અને સુવિધા માટે AMC દ્વારા 25 નવા પિંક ટોઇલેટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પશ્ચિમ ઝોનમાં 11 અને પૂર્વ ઝોનમાં 14 ટોઇલેટ બનાવાશે. જોધપુર વિસ્તારમાં મહિલા જીમ શરૂ કરવામાં આવશે. બાળકોના વિકાસ માટે 5 ઘોડિયા ઘર, 50 નવા માર્ક્સ અને 100 નવી આંગણવાડીઓ બનાવવાની પણ યોજના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ થયેલ આ બજેટને વિકાસલક્ષી અને નાગરિક કેન્દ્રિત ગણવામાં આવી રહ્યું છે, જેમાં શહેરના સર્વાંગી વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

હેરિટેજ સિટીનું સંરક્ષણ
અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાણીતું છે, તેથી વારસા માટે રૂ. 49 કરોડ ફાળવાયા છે. હેરિટેજ પોળ અને ગેટના રિસ્ટોરેશન માટે રૂ. 15 કરોડ, ખાડિયા વોર્ડની સાંકડી શેરી માટે રૂ. 10 કરોડ, દાદા હરિની વાવ અને માતા ભવાની વાવના વિસ્તાર માટે રૂ. 10 કરોડ, પ્રેમ દરવાજા અને દરીયાપુર વિસ્તાર માટે રૂ. 4.50 કરોડ તથા ખાન જહાન અને ચાંદ શહીદ ફોર્ટ વોલગેટ માટે રૂ. 2.50 કરોડનું બજેટ છે.

શિક્ષણ અને બજાર વિકાસ
શિક્ષણ માટે નવી સ્કૂલો ચાંદલોડિયા ટીપી 45 અને 28, થલતેજ ટીપી 37, જોધપુર, વેજલપુર, સરખેજ, રાણીપ, સાબરમતી, ચાંદખેડા, નારણપુરા, વાસણા, રાણીપ ટીપી 66, લાંભા-નારોલ, લાંભા-વટવા, લાંભા, રામોલ-હાથીજણ, નિકોલ, વસ્ત્રાલ, વટવા બાપા સીતારામ ચોક, ભાઇપુરા ધીરજ હાઉસિંગ, નરોડા હંસપુરા અને નવા નરોડામાં બનાવાશે. વેજિટેબલ માર્કેટ ગોતા, નવરંગપુરા, ન્યૂ મણીનગર, નરોડા-મુઠીયા અને નાનચિલોડામાં વિકસાવાશે.

રામોલ-હાથીજણમાં 250 MLD
સ્વચ્છતા માટે 4 નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (કુલ 315 એમએલડી) બનાવાશે. પશ્ચિમ ઝોનમાં મોટેરા ખાતે 50 એમએલડી, રામોલ-હાથીજણમાં 250 એમએલડી, ઘુમા તળાવ ખાતે 10 એમએલડી અને ઓકાફ તળાવ ખાતે 5 એમએલડીના મિની પ્લાન્ટ શામેલ છે.

કાંકરીયા લેક વિકસાવવાનું
કાંકરીયામાં આવેલી કિડસ સીટી નવિનીકરણ, કેન્ડી વર્લ્ડ (પી.પી.પી મોડલ), લાઈટ એન્ડ સાઉન્ડ શો વિકસાવવાની કામગીરી માટે દસ-દસ લાખની ફાળવળી કરી અને કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરના 07 ટીકિટબારી નવિનીકરણ, લોકર રૂમ રિનોવેશન તથા મહિલા માટે ફ્રિસ્કીંગ રૂમ બનાવવાની કામગીરી માટે રૂપિયા 300 કરોડ બજેટ ફાળવ્યું.

AMCનું 2025-26નું બજેટ 14 હજાર કરોડનું હતું
ઉલ્લેખનીય છે કે, અગાઉ AMC દ્વારા વર્ષ 2025-26ના બજેટમાં રોડ-રસ્તાનો વિકાસ, નવા ગાર્ડન, નવા ફાયર સ્ટેશન, નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર, નવા રેલવે બ્રિજ, ઓવર અને અંડર બ્રિજ, નવું ડેટા સેન્ટર, નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે 14 હજાર કરોડનું બજેટ જાહેર કર્યું હતું . AMC દ્વારા વર્ષ 2025-26ના બજેટમાં રોડ-રસ્તાનો વિકાસ, નવા ગાર્ડન, નવા ફાયર સ્ટેશન, નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર, નવા રેલવે બ્રિજ, ઓવર અને અંડર બ્રિજ, નવું ડેટા સેન્ટર, નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.