અયોધ્યામાં બાબરી કેસના પક્ષકાર ઈકબાલ અંસારીએ વડાપ્રધાન મોદીનું પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું

iqbalAnsari

આખી જિંદગી બાબરી મસ્જિદ માટે કેસ લડનાર ઈકબાલ અન્સારી આજે વડાપ્રધાન મોદી પર પુષ્પ વર્ષા કરવા લાગ્યાઆખી જિંદગી બાબરી મસ્જિદ માટે કેસ લડનાર ઈકબાલ અન્સારી આજે વડાપ્રધાન મોદી પર પુષ્પ વર્ષા કરવા લાગ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યામાં છે અને આજે એમને અહીં અઢળક ભેટો આપી છે. સાથે જ એમના સ્વાગત માટે આખી અયોધ્યા આવી પંહોચી હતી. અયોધ્યા ધામ રેલવે જંક્શન પર એમના સ્વાગત માટે ઘણી ભીડ એકઠી થઈ હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જ્યારે અયોધ્યા પહોંચ્યા તો તેઓ જ્યારે એરપોર્ટથી બહાર નિકળી રોડ શો કરી રહ્યા હતા ત્યારે લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને માર્ગોની બન્ને બાજુ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. વડાપ્રધાનને જોવા માટે સૌ કોઈ ભારે આતુર હતા. પીએમ મોદીના રોડ શોમાં લોકોએ ફૂલોથી એમનું ભવ્ય સ્વાગત કર્યું. આ દરમિયાન ભીડમાં એક એવા વ્યક્તિ પણ સ્વાગત કરતાં જોવા મળ્યા જેમના પરિવારે બાબરી મસ્જિદ માટે લાંબી કાનૂની લડાઈ લડી હતી.

પીએમનો કાફલો એરપોર્ટથી નીકળ્યો ત્યારે રસ્તાની બંને બાજુઓ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે અને લોકો ‘જય રામ, શ્રી રામ’ના નારા લગાવતા પીએમ મોદીનું ફૂલ વહાવીને સ્વાગત કરી રહ્યા છે. પીએમ મોદી પણ તેમની કારમાંથી બહાર નીકળીને બધાની શુભેચ્છાઓ સ્વીકારીને આગળ વધી રહ્યા છે. આ દરમિયાન લોકો પીએમના રોડ શોની તસવીરો લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન મહિલાઓ રસ્તા પર નૃત્ય કરી રહી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ રોડશો દરમિયાન એક ખાસ બાબત ધ્યાનમાં આવી હતી. આ દરમિયાન એક એવા વ્યક્તિએ વડાપ્રધાન પર ગુલાબની પાંખડીઓ પણ વરસાવી હતી જેમના પરિવારે બાબરી મસ્જિદ માટે લાંબી કાનૂની લડાઈ લડી હતી. અયોધ્યા ભૂમિ વિવાદ કેસમાં ફરિયાદી ઈકબાલ અંસારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા ઉપર પુષ્પ વર્ષા કરી હતી અને વડાપ્રધાનનું અયોધ્યામાં સ્વાગત કર્યું હતું.

બાબરી મસ્જિદના સમર્થક ઈકબાલ અંસારી પણ અયોધ્યાવાસીઓની ભીડમાં રસ્તાના કિનારે ઉભા હતા જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે તલપાપડ હતા. કાફલો અન્સારી પાસે પહોંચ્યો કે તરત જ તેણે પીએમ મોદી તરફ ગુલાબની પાંખડીઓ વરસાવી હતી.

બાબરી કેસના પક્ષકાર હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારી પીએમ મોદી પર ગુલાબના ફૂલ વરસાવતા જોવા મળ્યા ત્યારે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું.

બાબરી કેસના પક્ષકાર ઈકબાલ અંસારીએ કહ્યું કે અયોધ્યાની ભૂમિ ખાસ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યા છે. મહેમાનોનું સ્વાગત કરવું તે અમારું કર્તવ્ય રહ્યું છે. ઈકબાલ અંસારીએ કહ્યું કે અયોધ્યા સૌને સંદેશ આપે છે કે અહીં હિંદુ મુસ્લિમ સૌ સાથે મળી હળી મળીને રહે છે, એકબીજાના કાર્યક્રમ-પ્રસંગોમાં સામેલ થાય છે.