અનંત અંબાણીના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં આજે અનેક સેલેબ્સ જામનગર પહોંચ્યા, જુઓ તસવીરો

celebrity

દેશના સૌથી ધનિક બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ત્રણ દિવસનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન આજથી શરૂ થઈ ગયુ છે. ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ સેરેમની યોજાઈ રહી છે. જામનગરના રિલાયન્સ ગ્રીન ખાતે 1થી 3 માર્ચ દરમિયાન યોજાનારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં દેશ-વિદેશમાંથી મહેમાનો પધારવાના છે. મહેમાનોને જામનગર લાવવા માટે દિલ્હી અને મુંબઈથી ચાર્ટર્ડ ફ્લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે દિલ્હી અને મુંબઈથી જામનગર સુધી આવશે અને પાછી લઈ જશે.

આજે બૉલિવૂડ એક્ટ્રેસ માધુરી દિક્ષિત, શ્રદ્ધા કપૂર, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, આમિર ખાન, સુનિલ શેટ્ટી, અનિલ કપૂર, દિશા પટ્ટણી, સૈફઅલી ખાન, કરીના કપૂર, કરીશ્મા કપુર, સોહા અલી ખાન, અનન્યા પાંડે, સિદ્ધાર્થ રોય કપૂર, રિતેશ દેશમુખ અને જેનિલિયા, આમીર ખાન, અક્ષયકુમાર, સોનાલી બેન્દ્રે, અજય દેવગન, વરુણ ધવન અને જાવેદ જાફરી જામનગરના મહેમાન બન્યા હતા. આ ઉપરાંત ક્રિકેટર સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ઝહીર ખાન, રાશિદ ખાન વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ડ્વેન બ્રાવો, ટ્રેન્ટ બોલ્ટ, ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ, અને આદ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ પણ આજે અંબાણીના ફંક્શનમાં હાજરી આપવા જામનગર આવી પહોંચ્યા છે. આ શિવાય અનિલ અંબાણી પણ પરિવાર સાથે જામનગર આવી પહોંચ્યા છે.

આજના કાર્યક્રમમાં કન્ઝર્વેટરીમાં કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. ‘એન ઈવનિંગ ઈન એવરલેન્ડ’ થીમ પર આધારિત આ પાર્ટીમાં સંગીત, નૃત્યુ અને વિઝ્યૂઅલ આર્ટ સહિત અનેક સરપ્રાઈઝ રાખવામાં આવી છે. આજની થીમ માટે કોકટે સ્ટાઈલ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.

છેલ્લા બે દિવસથી જામનગર એરપોર્ટ પર સતત દુનિયાભરની હસ્તીઓ પહોંચી રહી છે. દુનિયાભરની હસ્તીઓના આગમનને પગલે જામનગર એરપોર્ટને પણ બાંધણીથી સજાવવામાં આવ્યું છે. આટલું જ નહીં, એરપોર્ટ પર તમામનું ગુજરાતી પરંપરાગત રાસ-ગરબાની રમઝટ સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે.