ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માં ઈન્ડિયાની હારના થોડા દિવસો પછી, પત્રકારોએ મોહમ્મદ શમીનો સ્પર્ધામાં તેમના સફર વિશે ઇન્ટરવ્યુ લીધો.
આ પહેલા કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ભારત-ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હારના જવાબદાર PM મોદીની ગણાવ્યા હતા.
સ્ટેડિયમમાં મોદીની હાજરી પર ટિપ્પણી કરતા તેમને ‘પનોતી’ (ખરાબ શુકન) ગણાવ્યા હતા.
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માં હારના દિવસો પછી, પત્રકારોએ મોહમ્મદ શમીનો સ્પર્ધામાં તેમના સફર વિશે ઇન્ટરવ્યુ લીધો. આ પહેલા કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ફાઈનલ માટે સ્ટેડિયમમાં પીએમ નરેન્દ્ર મોદીની હાજરી પર ટિપ્પણી કરતા તેમને ‘પનોતી’ (ખરાબ શુકન) ગણાવ્યા હતા. જ્યારે શમીને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપવાનું ટાળ્યું અને કહ્યું, ‘યાર અમે આ વિવાદાસ્પદ પ્રશ્નો સમજી શકતા નથી. મૂળભૂત બાબતો પર ધ્યાન આપો જેના પર તમે છેલ્લા બે મહિનાથી સખત મહેનત કરી છે. હું આ રાજકીય એજન્ડાને સમજી શકતો નથી. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે માત્ર 7 મેચમાં 24 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેમણે ફાઇનલમાં 1 વિકેટ લીધી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ ઘણા લોકોએ ભારતીય પીએમને પનોતી ગણાવ્યા હતા, જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ સામેલ હતા.