ઉત્તરાખંડમાં કેદારનાથ જતા ભૂસ્ખલનના કારણે દુર્ઘટનામાં અમદાવાદના ત્રણ સહિત ચાર યુવકોના મૃત્યુ થયા હતા. આજે સવારે ત્રણેય યુવકોના મૃતદેહ અમદાવાદ લાવવામાં આવ્યા હતા. મૃતક મહેશ દેસાઈ અને કુશલ સુથારની આજે સવારે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જમાલપુર સ્મશાન ખાતે બંનેની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ ઘટનામાં જીવ ગુમાવનાર મહેશ એ જીગર મોદીના ડ્રાઈવર હતા, પણ બન્ને વચ્ચે મિત્રતાના સંબંધ હતા. બંને વચ્ચે શેઠ અને કર્મચારી કરતા મિત્રોના સંબંધ વધારે હતા. જીગરભાઈને બાર જ્યોતિર્લિંગ દર્શન કરવાની બાધા હતી. જેમાંથી પાંચ જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ કર્યા હતા અને હવે તેઓ છઠ્ઠા જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે સોમવારે નીકળ્યા હતા. બુધવારે તેઓ હરિદ્વાર ખાતે પહોંચ્યા હતા બુધવારે ત્યાં વરસાદ ખૂબ જ હતો. જેથી તેઓ બુધવારની જગ્યાએ ગુરુવારે જવાનું નક્કી કર્યું હતું. હરિદ્વારથી તેઓ કેદારનાથ યાત્રા પર જતી વખતે તેમણે પોતાની ગાડી તેઓએ નીચે હરિદ્વાર મૂકી દીધી હતી અને લોકલ ટેક્સી ભાડે કરી અને કેદારનાથ જવા નીકળ્યા હતા. ગુરુવારે હોટલમાં જ પોતાની ગાડી મૂકી દીધી હતી. ત્યાંથી લોકલ ટેક્સી ભાડે કરીને જીગરભાઈ, મહેશભાઈ કુશલ અને અન્ય એક મિત્ર સાથે તેઓ કેદારનાથ જવા માટે નીકળ્યા હતા. ત્યારે હરિદ્વારથી 50 કિલોમીટર દૂર ફાટા પાસે આવી દુઃખદ ઘટના બની હતી.
હિમાચલપ્રદેશમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા અમદાવાદના યુવક મહેશ અને કુશલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

સંબંધિત ન્યૂઝ
-
૭૫,૦૦૦ જેટલા નકલી મતદારો શોધવાની સંભાવના : અમિત ચાવડા
30 August, 2025 -
પીએમ નરેન્દ્ર મોદીએ ઉચ્ચ-શક્તિવાળા ડેમોગ્રાફી ચેન્જ મિશનની રચના કરી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
29 August, 2025 -
“પીએમ મોદીના નેતૃત્વમાં, ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
28 August, 2025 -
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ઘણા વર્ષો પહેલા શરૂ થયો હતો, ભાજપના સાંસદ હેમા માલિની
27 August, 2025 -
“વડાપ્રધાનએ ગુજરાતમાં મારુતિ સુઝુકીની નવી ઈફ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું
26 August, 2025