પીપળી ગામમાં નવનિર્મિત પ્રાથમિક શાળાનું ભવ્ય ઉદ્ઘાટન; દુબઈના ઓમર અલમારઝૂકી રહ્યા ખાસ ઉપસ્થિત
આણંદ: આણંદ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક અને પ્રાણદાયક પહેલ સામે આવી છે. પીપળી ગામના વતની શારદાબેન અને તારાબેન પ્રાથમિક શાળાનું ભવ્ય નવનિર્માણ કર્યું, દાતા ભામાશા પ્રતાપભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલની ઉધાર ભેટ આ ગામના વિદ્યાર્થીઓ માટે મળી છે. આ ગામમાં શિક્ષણ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. ગામમાં નવનિર્મિત સરકારી પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દુબઈથી પધારેલા વિશિષ્ટ મહેમાન ઓમર અલમારઝૂકી ની હાજરીએ આ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય ગૌરવ અપાવ્યું હતું.
આ નાનકડા ગામની જર્જરીત નાની પ્રાથમિક શાળા આજે દેશની અધ્યતન શાળાઓમાં સ્થાન મેળવી રહી છે. અહી વર્ષોથી જૂની પ્રાથમિક શાળા કાર્યરત હતી. આજ શાળા ભૂતકાળમાં આભ્યાસ કરતી દીકરી શારદાબેન અને તારાબેનના નામથી શાળાનુ નવનિર્માણ કરવામાં આવ્યું છે. શાળાને સ્માર્ટ ક્લાસ, CCTV કેમેરા અને હાઈ-ટેક લર્નિંગ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. આ શાળાનું બાંધકામ એટલું મજબૂત છે કે તે આગામી પાંચ પેઢી સુધી સુરક્ષિત અને અડીખમ રહી શકે તેવી ગામની શાળાની બની. આ ગામમાં શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પહેલ શારદાબેન અને તારાબેન નામની શાળાની સ્થાપના થઈ.
આજ રોજ આ પ્રાથમિક શાળાનુ ઉદ્ધાટન કરવામાં અવ્યું, ત્યારે દુબઈમાં કાર્યરત ભામાશા પ્રતાપભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલે તેમના સાથી મિત્ર દુબઈના ઓમર અલ મારઝૂકી અંત્રીત કર્યા હતા. આ ઉદ્ઘાટન સમાહરોમાં ઓમર અલ મારઝૂકીનું સન્માનિત મહેમાન તરીકે સ્વાગત કરતાં અમને ગર્વ થાય છે. દુબઈ પોલીસમાં એક પ્રતિષ્ઠિત રાજદૂત અસાધારણ અને મેજર, ઓમર અલ મારઝૂકી સમર્પણ, નેતૃત્વ અને સમુદાય સેવાનું પ્રતીક છે
કાયદા અમલીકરણમાં તેમની પ્રશંસનીય સેવા ઉપરાંત, તેઓ ઓમર અલ મારઝૂકી ગ્રુપ ઓફ કંપનીના માલિક છે, જે વિવિધ ઉદ્યોગોમાં ઉદ્યોગસાહસિક શ્રેષ્ઠતાનું ઉદાહરણ આપે છે. નવીનતા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને વિકાસ અને સહયોગને પ્રોત્સાહન આપવામાં તેમની ભૂમિકા તેમને એક પ્રેરણાદાયી વ્યક્તિ અને સાચા રોલ મોડેલ બનાવે છે.

શિક્ષણ માટે અર્પણ: દીકરીઓના નામથી નવનિર્માણ
આ શાળાનું સૌથી વિશેષ પાસું તેનું નામ છે. ભૂતકાળમાં આ જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલી બે દીકરીઓ, શારદાબેન અને તારાબેન ના માનમાં આ નવીન શાળાનું નામકરણ કરવામાં આવ્યું છે. શિક્ષણ પ્રત્યેના પ્રેમના પ્રતીક રૂપે બનેલી આ શાળા ગામ માટે ગૌરવ સમાન છે.
શિક્ષણ પ્રત્યેનો સહયોગ:
દુબઈની જાણીતી હસ્તી ઓમર અલમારઝૂકીએ શાળાના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહીને શિક્ષણ અને માનવતાના કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો હતો. તેમણે શિક્ષણને સીમાઓ વગરની સેવા ગણાવી અને ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા પર આ પળને ભારત અને યુએઈ વચ્ચેના ‘એકતા અને પરસ્પર મૂલ્યો’ ના પ્રતીક તરીકે બિરદાવવામાં આવી હતી.
ગામમાં ખુશીનો માહોલ:
શાળાના ઉદ્ઘાટન સમયે ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દુબઈના પ્રતિષ્ઠિત વ્યક્તિની પીપળી જેવા નાના ગામમાં હાજરી એ સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત બની રહી છે. આ નવી સુવિધાઓથી ગામના બાળકોને આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં મોટી મદદ મળશે.
આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ સોલંકી સહિત વિસ્તારના અન્ય પ્રતિષ્ઠિત આગેવાનો અને અગ્રણીઓને પણ આંત્રિત કરવામાં આવ્યા હતા. તમામ મહેમાનોએ ગામની આ પહેલને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરે આવી સુવિધાઓ મળવાથી છેવાડાના બાળકો પણ વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકશે.
પીપળી ગામમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અને ગ્રામજનોએ આ ભવ્ય ભેટ માટે દાતાઓ અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
