ટેસ્લાના માલિક એલોન મસ્કે એપ્સટિન ફાઇલો ધરાવતી ટ્વિટ ડિલીટ કરી દીધી છે, એવું માનવામાં આવે છે કે તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટેસ્લાના માલિક એલોન મસ્કે એપ્સટિન ફાઇલ વાળુ ટ્વીટ ડિલીટ કરી દીધું છે, એવું માનવામાં આવે છે કે તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ, એપ્સટિન ફાઇલો અંગે મસ્ક દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા હતા, તેનાથી ટ્રમ્પ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો, રાષ્ટ્રપતિ પોતે પણ ખૂબ નારાજ થયા હતા. પરંતુ હવે તે ટ્વીટ ડિલીટ કરવામાં આવ્યું છે, તેના વિશે વધુ માહિતી બહાર આવી નથી, પરંતુ તે ચોક્કસપણે એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવે છે.
એપ્સટિન ફાઇલ્સ શું છે?
એપ્સટિન ફાઇલ્સ અમેરિકન રાજકારણમાં એક હાઇ પ્રોફાઇલ મામલો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે સતત કહ્યું છે કે તેઓ એપ્સટિન સંબંધિત બધી ફાઇલો જાહેર કરશે. આ બધી ફાઇલો જેફરી એપ્સટિન સાથે સંબંધિત છે, જેમણે વર્ષ 2019 માં જેલમાં ફાંસી લગાવી હતી. તેમના પરિવારે આરોપ લગાવ્યો હતો કે તેમણે આત્મહત્યા કરી નથી અને તે એક હત્યા હતી. ત્યારથી, આ મામલો અમેરિકન રાજકારણમાં ગતિ પકડી રહ્યો છે.
હવે એપ્સટાઇન પર આરોપ હતો કે તેમણે ઘણા બાળકોનું જાતીય શોષણ કર્યુ હતું અને તેમને રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સુધી પહોંચાડ્યા હતા. આ વિવાદમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે એલોન મસ્કે થોડા દિવસો પહેલા કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ એપ્સટાઇન ફાઇલોમાં છે. આને લઈને જ્યારે ઘણો વિવાદ થયો ત્યારે મસ્કે તે ટ્વીટ ડિલીટ કરી દીધી. અત્યાર સુધી ટ્રમ્પે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
બિગ બ્યુટીફુલ બિલ વિવાદ
મસ્ક અને ટ્રમ્પ વચ્ચે ઝઘડો ત્યારે શરૂ થયો જ્યારે રાષ્ટ્રપતિ ‘બિગ બ્યુટીફુલ બિલ’ લાવ્યા, જેને ટેક્સ અને ખર્ચ બિલ પણ કહી શકાય. એલોન મસ્કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ બિલ પર કઠોર ટિપ્પણી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ જાહેર નાણાંનો સંપૂર્ણ બગાડ છે, આ એક શરમજનક બિલ છે. મસ્કે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ બિલ મોડી રાત્રે કોઈપણ ચર્ચા વિના પસાર કરવામાં આવ્યું હતું અને તેમનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો ન હતો.
ટ્રમ્પનો વળતો હુમલો
હવે જો મસ્કે આટલો ગંભીર આરોપ લગાવ્યો છે, તો રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આવી જ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તેઓ તેમની ટિપ્પણીથી ખૂબ જ નિરાશ થયા છે. ટ્રમ્પ અહીં જ અટક્યા નહીં, તેમણે દાવો કર્યો કે એલોન મસ્કે અગાઉ આ બિલ પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ જેમ જેમ તેમને ખબર પડી કે આ બિલને કારણે ઇલેક્ટ્રિક વાહન સબસિડીમાં કાપ મુકાઈ શકે છે, ત્યારે તેમને ડર હતો કે તેમની કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડશે.