યુવતીની ફરિયાદના આધારે વાવ પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપી શ્રવણ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.
બનાસકાંઠા: રાજ્યામાં લગ્નનું ખોટું વચન આપીને મહિલાઓ પર વારંવાર બળાત્કાર આચરવાની ઘટનાઓ બનતી હોય છે. આવીજ એક વધુ ઘટના રાજ્યાના બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે લગ્નનું વચન આપી લિવ-ઇન રિલેશનશીપના નામે અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની યુવતીની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. થરાદ ખાતે રહેતી એક યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, શ્રવણ ચૌધરી નામનો શખ્સે લિવ-ઇન રિલેશનશીપના નામે અનેક વખત તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. મળતી માહિતી મુજબ, આરોપી શ્રવણ ચૌધરી થરાદમાં ગાયત્રી હાડવૈદ નામનું દવાખાનું ચલાવે છે.
લગ્નનું વચન આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું
પોલીસ ફરીયાદમાં યુવતીએ જણાવ્યું હતુ કે, શ્રવણ ચૌધરીએ લગ્નનું વચન આપી લિવ-ઇન રિલેશનશીપમાં રહી, થરાદના વિવિધ વિસ્તાર તેમજ હોટલોમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. શારીરિક સંબંધ દરમિયાન આરોપી યુવતીના ફોટોસ અને વીડિયો બનાવતો હતો, અને ત્યારબાદ તેનો દુરૂપયોગ કરતો હતો
પોલીસે યુવકની FIR આધારે ધરપકડ કરી
આવી સરમ જનક ઘટના બાદ યુવક શ્રવણ ચૌધરીએ રિલેશનશીપ દરમિયાના કેટલાક યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આમ યુવતીની આત્મસન્માનને નુકસાન પહોંચ્યું હતું અને અંતે યુવતીએ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. યુવતીની ફરિયાદના આધારે વાવ પોલીસે ફરિયાદના આધારે આરોપી શ્રવણ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
