બે વર્ષમાં 76,458 બસો, એક વર્ષની સરેરાશ 12,743 જેટલી બસો અને રોજની અંદાજીત 50 બસો બ્રેકડાઉન થઈ છે.
અમદાવાદ: ‘સ્માર્ટ શહેર’ અમદાવાદમાં નાગરિકો માટે એક સ્થળેથી બીજા સ્થળે ઓછા ખર્ચે અવરજવર કરી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા બસ સેવા પુરી પાડવાના સારા આશયથી પરિવહન સેવા શરૂ કરવામાં આવી પરંતુ હાલ નગરજનોને પુરી પાડવામાં આવતી એ.એમ.ટી.એસ.ની સેવાનું ધોરણ દિવસે કથળતું જાય છે અને તેનો વહીવટી તંત્ર પણ ખાડે ગયેલો છે જેના કારણે છેલ્લા 6 વર્ષમાં કથળી ગયેલી પરિવહન સેવાને કારણે તેમજ બસોના યોગ્ય મેઇન્ટેનન્સના અભાવે 7,9458 બસોનું બ્રેકડાઉન થયેલ છે જેથી વર્ષની સરેરાશ 12,743 બસો અને રોજની અંદાજીત સરેરાશ 50 બસો બ્રેકડાઉન થયેલ હોય છે.
આ સાથે એ.એમ.ટી.એસ.ની તથા ખાનગી કોન્ટ્રાક્ટરોની બસો દ્વારા 1,459 અકસ્માતો સર્જાયેલા છે જેમાં ખાનગી કોન્ટ્રાક્ટરોની બસો દ્વારા 1,389 અકસ્માતો થવા પામેલ તેમાં એ.એમ.ટી.એસ.ની બસો દ્વારા 1 તથા ખાનગી કોન્ટ્રાકટરોની બસો દ્વારા 68 એમ કુલ 99 વ્યક્તિઓના અકસ્મતમાં મૃત્યુ થયેલા છે.

અકસ્માતમાં મૃત્યુગ્રસ્ત પરિવારને યોગ્ય વળતર નહી ચૂકવાતા 323 જેટલા કોર્ટ કેસો નાગરિકો દ્વારા કરવામાં આવેલ છે જેથી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ શહેરીજનો માટે “અમદાવાદ માથાભારે ટાંટિયાતોડ સર્વિસ” સમાન બની ગઈ હોય તેવું દેખાઈ રહયું છે.

સત્તાધારી ભાજપ દ્વારા એ.એમ.ટી.એસ.ની સેવા માત્ર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવા રાજકીય ઉપયોગ કરવામાં આવતો હોય બીજી બસો બ્રેકડાઉનને કારણે ડેપોમાં પડી રહે છે તેમ લાગી રહયું છે જેથી પ્રજાજનોને પરિવહન સેવા કેવી રીતે પુરી પડાય છે? તે વિચારણા જેવી બાબત છે
એ.એમ.ટી.એસ.તંત્રની નિષ્ફળતા તથા પ્રજાને પડતી હાલાકી તરફ જોવાની ચૂંટાયેલ સત્તાધારી પક્ષ ભા.જ.પ.ને ફુરસદ નથી માત્રને માત્ર પોતાના મળતીયા લોકોને કેમ લાભ આપી શકાય તે માટે જ પ્રયત્નશીલ હોય તેમ જણાઈ રહયું છે. આ માનસિકતામાંથી બહાર આવી એ.એમ.ટી.એસ. તંત્રનો વહીવટ સુધારવા બાબતે યોગ્ય કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.