ભારતમાં મોક ડ્રીલ – પાકિસ્તાન તણાવમાં: જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને ચંદીગઢમાં ઓપરેશન શીલ્ડ હેઠળ મોક ડ્રીલ યોજાઈ હતી. આ મોક ડ્રીલ સંભવિત યુદ્ધ અથવા આપત્તિના કિસ્સામાં નાગરિક સંરક્ષણની સજ્જતા ચકાસવા માટે કરવામાં આવે છે.
ભારતે ઓપરેશન શીલ્ડ હેઠળ સરહદી રાજ્યોમાં મોક ડ્રીલ હાથ ધરી હતી. આ મોક ડ્રીલ દ્વારા લોકોને માત્ર જાગૃત કરવામાં આવ્યા ન હતા પરંતુ યુદ્ધ દરમિયાન કેવી રીતે સાવધાની રાખવી તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ભારતૃપાકિસ્તાનની બોર્ડર વાળા રાજ્યોમાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી.
ગૃહ મંત્રાલય (MHA) ની સૂચના અનુસાર, આજે જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને ચંદીગઢમાં ‘ઓપરેશન શીલ્ડ’ નામનો નાગરિક સંરક્ષણ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. મોક ડ્રીલ દરમિયાન, દુશ્મન વિમાન, ડ્રોન અને મિસાઇલ હુમલાની સ્થિતિ દર્શાવવામાં આવી હતી. આ સાથે, હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન પણ વગાડવામાં આવ્યા હતા.
મોક ડ્રીલ હેઠળ, નાગરિક સંરક્ષણ વોર્ડન, સ્થાનિક વહીવટી સ્ટાફ અને NCC, NSS, NYKS, ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સ જેવા યુવા સ્વયંસેવકોને વિવિધ કાર્યોમાં નાગરિક વહીવટને મદદ કરવા માટે તેમની સેવાઓ માટે બોલાવવામાં આવ્યા હતા.
ગુજરાતમાં મોક ડ્રીલ
ગુજરાતના સરહદી વિસ્તારોમાં પણ મોક ડ્રીલ કરવામાં આવી હતી. ગાંધીનગરમાં નર્મદા કેનાલ પર બચાવ કામગીરીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. મુશ્કેલ પરિસ્થિતિઓમાં લોકોને કેવી રીતે બહાર કાઢવા તે અંગે પ્રેક્ટિસ કરવામાં આવી હતી. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ મોક ડ્રીલ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

નડિયાદમાં સંપૂર્ણ બ્લેકઆઉટ
નડિયાદ કોર્પોરેશનમા આવેલા ડભાણ અને યોગીનગર વિસ્તાર 8ના ટકોરે 15 મિનિટ માટે સંપૂર્ણ બ્લેક આઉટ કરાયું હતું. ડભાણ અને યોગીનગર વિસ્તારમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. સિવિલ ડિફેન્સમા જોડાયેલા લોકો પણ હાજર રહ્યા હતા. ડભાણ ગામ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 પર પણ સ્ટ્રીટ લાઈટો બંધ રાખવામાં આવી હતી. જેથી આ ડભાણ નજીકનો હાઈવે અંધારપટમા છવાઈ ગયો હતો. ડભાણ ગામના ગ્રામજનોએ સ્વેચ્છાએ લાઈટો બંધ કરી હતી.
જમ્મુ અને કાશ્મીરની મોક ડ્રીલ
જમ્મુ અને કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં મોક ડ્રીલ હેઠળ ઘણી કવાયત હાથ ધરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ આગ ઓલવવાના પ્રયાસો જોવા મળ્યા હતા, જ્યારે અન્ય સ્થળોએ ડ્રોન હુમલાઓથી બચવા માટે તાલીમ પણ આપવામાં આવી હતી. ડોડામાં પણ આવી જ મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી, આ અંગે એડિશનલ ડેપ્યુટી કમિશનર અનિલ કુમારે જણાવ્યું હતું કે ઓપરેશન શીલ્ડ હેઠળ આ કવાયત બીજી વખત કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની આપત્તિનો સામનો કરવાના ઉદ્દેશ્યથી આ કવાયત હાથ ધરવામાં આવી હતી.
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ડીસી ઓફિસની બહાર એક મોક ડ્રીલ યોજાઈ હતી. આ કવાયત પંજાબના અમૃતસરમાં પણ યોજાઈ હતી. અમૃતસરના કમાન્ડન્ટ જસકરણ સિંહે જણાવ્યું હતું કે મોક ડ્રીલનો હેતુ બધા નાગરિક સંરક્ષણ વિભાગો એકબીજા સાથે કેવી રીતે સંકલન કરે છે તેની સમીક્ષા કરવાનો છે.
તેમણે કહ્યું કે ઘણા જિલ્લાઓ વધુ જોખમમાં છે કારણ કે તેઓ પાકિસ્તાન સાથે સરહદ શેર કરે છે. જેમ કે અમૃતસર, પઠાણકોટ, તરનતારન, ગુરદાસપુર, ફિરોઝપુર અને ફાઝિલ્કા… આવી મોક ડ્રીલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ દરમિયાન મહત્તમ વહીવટ કાર્યરત રહે. ઉપરાંત, હવાઈ હુમલા અને ડ્રોન હુમલા દરમિયાન ઘરે કેવી રીતે સુરક્ષિત રહેવું તે પ્રેક્ટિસ કરવાનો છે. બ્લેકઆઉટ દરમિયાન પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું, આ ઓપરેશન શીલ્ડ છે.
ઉલ્લેખનિય છે કે, ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારતે 7 મેના રોજ પાકિસ્તાનના આતંકી અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી. એરસ્ટ્રાઇકના જ દિવસે રાજ્યના 18 જિલ્લામાં મોકડ્રિલ-બ્લેકઆઉટ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ આજે (31 મે, 2025) 24 દિવસ બાદ ફરી સિવિલ ડિફેન્સ દ્વારા રાજ્યમાં સિવિલ ડિફેન્સ દ્વારા ‘ઓપરેશન શીલ્ડ’ અંતર્ગત મોકડ્રિલ યોજવામાં આવી હતી.
