પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા લગભગ તમામ રાજ્યોમાં ફરી એકવાર મોક ડ્રીલ યોજાઈ રહ્યાના અહેવાલો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે એટલે કે 29 મેની સાંજે ઘણા રાજ્યોમાં ફરી એકવાર મોક ડ્રીલ યોજાશે.
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાન પર હુમલો કરી આતંકવાદીઓનાં નવ જેટલા ઠેકાણા નષ્ટ કર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાને પણ ભારત પર હુમલો કરતા યુદ્ધ શરૂ થયુ હતું. પરંતુ ભારતનાં હુમલા સામે પાકિસ્તાન ઘૂંટણીયે પડ્યુ હતુ અને યુદ્ધવિરામ કરવા વિનંતી કરી હતી. અને ત્યારબાદ બંને દેશ વચ્ચે યુદ્ધવિરામ થયુ હતુ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તો યુદ્ધવિરામ થઈ જ ગયુ છે, પરંતુ તે સમયે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા સરકારે દેશનાં વિવિધ જિલ્લામાં મોકડ્રિલ યોજી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તો યુદ્ધવિરામ થઈ જ ગયુ છે, પરંતુ હજુ સુધી પરિસ્થિતિ સામાન્ય થઈ હોય તેવુ લાગતુ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવા સમાચાર છે કે સરહદી રાજ્યોમાં ફરી એકવાર મોક ડ્રીલ યોજાશે. પાકિસ્તાનની સરહદે આવેલા ભારતીય રાજ્યોમાં નાગરિક સુરક્ષા મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે.
સરકારે પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં 29 મે ગુરુવારે સાંજે મોકડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. આ મોક ડ્રીલ પાક સરહદી રાજ્યો ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર એમ ચાર રાજ્યોમાં કરવામાં આવશે. આ સમય દરમિયાન, લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવશે. ગુજરાતમાં સાંજે 5થી 8 વાગ્યા સુધી મોકડ્રિલ યોજાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 3,300 કિલોમીટરથી પણ વધુ લાંબી સરહદ છે. જમ્મુ અને કાશ્મીરને લગતી સરહદને નિયંત્રણ રેખા એટલે કે LoC કહેવામાં આવે છે. જ્યારે પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સાથેની સરહદને ઈન્ટરનેશનલ બોર્ડર (IB) કહેવામાં આવે છે.
અગાઉ પણ, કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ 6-7 મેની રાત્રે જ ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર લશ્કરી કાર્યવાહી કરી હતી. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલો કર્યો હતો, જેમાં ભારતીય સેનાએ જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ઠેકાણાઓને ઉડાવી દીધા હતા. આ ઓપરેશનમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતની આ કાર્યવાહી પહેલગામ હુમલાનો બદલો હતો. હકીકતમાં, 22 એપ્રિલે, પહેલગામની સુંદર બૈસરન ખીણમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલામાં 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. લશ્કર-એ-તૈયબાની શાખા, રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી હતી.
હજુ પણ પાકિસ્તાનના 12 વધુ આતંકવાદી ઠેકાણાઓની યાદી તૈયાર છે. પીઓકેથી લઈને પાકિસ્તાનની અંદર આતંકવાદના મૂળને નાબૂદ કરવા માટે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે.