રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ચૂકી છે. જેના પગલે હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવી છે. 22 મે બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, અને ભારે પવન સાથે વરસાદ પડશે.
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે કારણ કે, રાજ્યમાં આગામી 6 થી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજથી એટલે કે 20 મેથી 26 મે 2025 સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર 22થી 24 મે દરમિયાન ભાવનગર, અમરેલી, ભરૂચ, છોટા ઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતાવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી છે. આ સાથે 50 કિમી પ્રતિકલાકના પવન ફૂંકાવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી છે. હાલ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ હોવાની પણ માહિતી સામે આવી છે. સપ્તાહના અંતિમ ચરણમાં ભારે વરસાદની આગાહી થતાં ખેડૂતોની ચિંતા વધી છે.

આજે 20 મે 2025ના રોજ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
21 મે 2025ના રોજ વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, મહીસાગર, આણંદ, દાહોદ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
22 મે 2025ના રોજ ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
23 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
24 મે 2025ના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
25 મે 2025ના રોજ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, કચ્છ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે 26 મે 2025ના રોજ રાજ્યમાં છૂટા છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
સમગ્ર રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે 21 મેથી 25 મે ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી છે.