CBSE બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CBSE વેબસાઇટ્સ ઉપરાંત DigiLocker અને Umang એપ્સ પરથી વિદ્યાર્થીઓ તેમના ધોરણ 10 ના પરિણામો ચકાસી તેમજ ડાઉનલોડ શકે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં બેઠેલા ઉમેદવારોની રાહનો અંત આવ્યો છે. CBSE બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 12નું 89.39 ટકા પરિણામ નોંધાયું છે. જે ગત વર્ષના 87.9 ટકા પરિણામ કરતાં વધુ છે. જ્યારે ધોરણ 10નું 93.66 ટકા પરિણામ નોંધાયું છે.
વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in, cbseresults.nic.in પર જઈને પરિણામ જોઈ તેમજ ડાઉનલોડ કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ DigiLocker પર પણ પરિણામ ચેક કરી શકશે. જેની ઍક્સેસ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પહેલાથી જ આપવામાં આવી છે.
આ વર્ષે CBSE એ 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 આંતરરાષ્ટ્રીય સ્થળોએ બોર્ડ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. જેમાં 42 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 24.12 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ના અને 17.88 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12ના હતા. ધોરણ 10ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2025 દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 12ના પેપર 4 એપ્રિલ, 2025ના રોજ પૂર્ણ થયા હતા.
આ વર્ષે પણ ધોરણ 10 અને 12માં છોકરીઓએ બાજી મારી
CBSE બોર્ડના 12મા ધોરણના પરિણામમાં ટકાવારી વિશે વાત કરીએ તો, આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 91.64% છે, જ્યારે વિદ્યાર્થીઓની ટકાવારી 85.70% છે અને ટ્રાન્સજેન્ડરની પાસ થવાની ટકાવારી 100% છે. આ વર્ષનું પરિણામ 2024 કરતાં ઘણું સારું રહ્યું છે. વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી વિદ્યાર્થીઓ કરતાં 5.94% વધુ છે.
આ વખતે CBSE બોર્ડની 10મા ધોરણની પરીક્ષામાં લગભગ 23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 22 લાખ પરિક્ષાર્થીઓ સફળ થયા છે. આમાં વિદ્યાર્થીનીઓ ફરી એકવાર જીતી ગઈ છે. વિદ્યાર્થીઓની પાસ ટકાવારી 95% અને વિદ્યાર્થીનીઓની પાસ ટકાવારી 92.63% છે. તે જ સમયે, ટ્રાન્સજેન્ડરોનું પરિણામ 95 ટકા રહ્યું છે.
આ વર્ષે, સીબીએસઈ ધોરણ 10 ના પરિણામ માટે 23,85,079 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 23,71,939 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 22,21,636 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ વર્ષે કુલ પાસ ટકાવારી ૯૩.૬૬ હતી. આ વર્ષે પરિણામ ગયા વર્ષ કરતાં 0.66 ટકા સારું આવ્યું છે.
અમદાવાદમાં વસ્ત્રાપુર સ્થિત કે.એન.શાહ ઈન્સ્ટીટ્યુટમાંથી ધોરણ 12માં ખનક શાહ 90% સાથે પાસ થયેલ છે. જ્યારે ધોરણ 10માં માહી પટેલ 95%, ઈશિકા ખેતાન 90%, દેવેશ પટેલ 86% અને અર્યાના ચૌધરીએ 80% મેળવી ઉત્તીર્ણ થયા છે.
CBSE બોર્ડના પરિણામો આ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ
વિદ્યાર્થીઓ CBSE ની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in, results.cbse.nic.in દ્વારા તેમના પરિણામો ચકાસી શકશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને ડિજીલોકર પર તેમની ડિજિટલ માર્કશીટ, પાસ પ્રમાણપત્ર અને સ્થળાંતર પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ માટે, વિદ્યાર્થીઓએ તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત લોગિન વિગતોનો ઉપયોગ કરવો પડશે. ઉમંગ એપ દ્વારા પણ ધોરણ 10નું પરિણામ ચેક કરી શકાશે.