IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી અને સૌથી યુવા ખેલાડી બન્યો વૈભવ સૂર્યવંશી
બિહારના વતની 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ સોમવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં T20 સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી અને IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો હતો. તેણે અહીં માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. 38 બોલમાં 101 રનની તેની વિસ્ફોટક ઇનિંગે રાજસ્થાન રોયલ્સે 8 વિકેટથી જીત મેળવી અને યુસુફ પઠાણનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો.
IPL-18 ની 47મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) એ ગુજરાત ટાઇટન્સને 8 વિકેટથી હરાવ્યું.14 વર્ષીય વૈભવ સૂર્યવંશીની સદીથી રાજસ્થાન રોયલ્સ (RR)એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 8 વિકેટથી હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાનનો વિજય થયો. 210 રનનો લક્ષ્યાંક 16મી ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને પુરો કરી લીધો. પ્રથમ બેટિંગ કરતા, GTએ 4 વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા હતા.
સોમવારનો દિવસ વૈભવ સૂર્યવંશીના નામે રેકોર્ડનો દિવસ હતો. તે IPL અને T20માં ફિફ્ટી અને સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો. વૈભવે 35 બોલમાં સદી ફટકારી હતી. તેણે IPLમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી.
વૈભવ સૂર્યવંશીએ IPLમાં બીજી ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે માત્ર 35 બોલમાં રાશિદ ખાનની બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી. વૈભવ પહેલા, ક્રિસ ગેઇલે 2013માં પુણે વોરિયર્સ સામે 30 બોલમાં પોતાની સદી ફટકારી હતી. જે અત્યાર સુધીની સૌથી ઝડપી સદી છે.
આઈપીએલમાં ફિફ્ટી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી
વૈભવ સૂર્યવંશી IPLમાં ફિફ્ટી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો. તેણે માત્ર 14 વર્ષ અને 32 દિવસની ઉંમરે ફિફ્ટી ફટકારી હતી.
આઈપીએલમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ખેલાડી
14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ IPL-18ની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી. તેણે માત્ર 17 બોલમાં ફોર ફટકારીને પોતાની ફિફ્ટી પૂર્ણ કરી હતી. આ પછી નિકોલસ પૂરનનો નંબર આવે છે. તેણે હૈદરાબાદ સામે 18 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી
વૈભવ રાજસ્થાન માટે એક ઇનિંગમાં સૌથી વધુ 11 છગ્ગા ફટકારનાર ખેલાડી પણ બન્યો. તેણે 2018માં બેંગ્લોર સામે સંજુ સેમસનનો 10 છગ્ગાનો રેકોર્ડ તોડ્યો હતો.
વૈભવ સૂર્યવંશીએ IPLમાં ભારતીય બેટર દ્વારા 11 છગ્ગા ફટકારીને એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી હતી. મુરલી વિજય 2010માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રાજસ્થાન રોયલ્સ સામે 11 છગ્ગા ફટકાર્યા હતા.