ભારતની જીતથી પાકિસ્તાનને થયુ કરોડોનું નુકસાન, વર્ષોની મહેનત ઉપર પાણી ફરી વળ્યુ, ફાઇનલના યજમાન અધિકારો ગુમાવ્યા

indiaVictory

ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે ફાઇનલ મેચ પાકિસ્તાનમાં નહીં, પણ દુબઈમાં રમાશે. આના કારણે પાકિસ્તાનને કરોડો રૂપિયાનું નુકસાન થશે.

પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હોવા છતાં, તેમની નજર હજુ પણ ચેમ્પિયન્સ ટ્રોફી પર છે. પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ જીતી શક્યું ન હતું અને શરમજનક રીતે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સેમિફાઇનલમાં ભારતનો વિજય થયો. તે ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની. સેમિફાઇનલ મેચમાં ભારતની જીત બાદ, પાકિસ્તાનને વધુ એક આંચકો લાગ્યો. આઘાત એટલો બધો હતો કે તેઓએ ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલના યજમાન અધિકારો ગુમાવી દીધા.

મંગળવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતના આ વિજય સાથે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના ફાઇનલનું સ્થળ બદલાઈ ગયું છે. અગાઉ ફાઇનલ મેચ યજમાન પાકિસ્તાનના લાહોર શહેરમાં યોજાવાની હતી, પરંતુ ભારત ફાઇનલમાં પહોંચતાની સાથે જ આ મેચ દુબઈ ખસેડવામાં આવી છે, કારણ કે BCCIએ સુરક્ષાના કારણોસર ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો છે. આ પછી જ, આ મોટી ICC ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પર આયોજિત થઈ રહી છે.

ભારતની જીતે પાકિસ્તાનનું દિલ તોડી નાખ્યું
જો ભારત ફાઇનલ માટે ક્વોલિફાય ન થયું હોત, તો ફાઇનલ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં જ યોજાવાની હતી. પરંતુ એ પહેલાથી જ સ્પષ્ટ હતું કે જો ભારત ફાઇનલમાં પહોંચે છે તો ફાઈનલ મેચ દુબઈમાં રમાડવામા આવશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા, BCCI એ કહ્યું હતું કે તે કોઈપણ સંજોગોમાં પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે. આ કારણોસર ભારતની મેચ દુબઈમાં રમાઈ રહી છે.

પાકિસ્તાન માટે અપમાન સમાન
દરેક દેશનું સ્વપ્ન હોય છે કે તે ICC ટુર્નામેન્ટનું આયોજન કરે.પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાની તક પણ મળી. જેના માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખૂબ જ મહેનત કરી. પાકિસ્તાને પોતાના સ્ટેડિયમના નવીનીકરણ માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે. હવે તે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પણ યોજી શકશે નહીં. આ પાકિસ્તાન માટે અપમાન સમાન છે.

પાકિસ્તાનને કરોડોનું નુકસાન થયું
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે લગભગ 586 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 15 મેચ રમાશે. આમાંથી, ભારતની ત્રણ ગ્રુપ મેચ અને એક સેમિફાઇનલ દુબઈમાં રમાઈ હતી. હવે ફાઇનલ મેચ પણ દુબઈમાં રમાશે. તો એક મેચનું બજેટ લગભગ 39 કરોડ રૂપિયા હતું. આવી સ્થિતિમાં, પાકિસ્તાનને 4 મેચ માટે 156 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. હવે ફાઇનલ દુબઈમાં યોજાવાની હોવાથી પાકિસ્તાનને 39 કરોડ રૂપિયાનું વધુ નુકસાન સહન કરવું પડશે.

પાકિસ્તાને સ્ટેડિયમ પર કેટલો ખર્ચ કર્યો?
પાકિસ્તાને વૈશ્વિક કાર્યક્રમનું આયોજન કરવા માટે તેના ત્રણ સ્ટેડિયમના પુનઃનિર્માણ માટે લગભગ 5 અબજ રૂપિયા ખર્ચ કરવાનો અંદાજ મૂક્યો હતો. શક્ય છે કે આટલા બધા પૈસા ખર્ચાયા હશે. PCB અપેક્ષા રાખતું હતું કે મેચો માટે ચાહકોની મોટી ભીડ સ્ટેડિયમમાં ઉમટી પડશે, પરંતુ થયું વિપરીત. કારણ કે પાકિસ્તાનની ટીમ નોકઆઉટ પહેલા જ બહાર થઈ ગઈ હતી અને બે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પાકિસ્તાને આ બે મેચની ટિકિટના પૈસા ચાહકોને પરત કરવા પડશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઇવેન્ટના અંત પછી, પાકિસ્તાન ફરી એકવાર ICC પાસે પૈસાની ભીખ માંગશે.