પીએમ મોદીએ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, નીતિશ કુમારને ‘લાડલા સીએમ’ કહ્યા, લાલુ યાદવ પર પણ નિશાન સાધ્યું

pmModi-Bhagalpur

લાલુ યાદવ પર પણ નિશાન સાધતા કહ્યું કે જંગલરાજ વાળા આ લોકો મહાકુંભને ગાળો આપી રહ્યા છે, રામ મંદિરથી નારાજ લોકો મહાકુંભને કોસવાનો કોઈ મોકો છોડતા નથી. મહાકુંભને બદનામ કરવા વાળાને બિહાર ક્યારેય માફ નહીં કરે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુર પહોંચ્યા છે. પીએમ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રજૂ કર્યો અને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પોતાના લાડલા ગણાવ્યા. એટલું જ નહીં, પીએમ મોદીએ પ્રયાગરાજ મહાકુંભને લઈને લાલુ યાદવ પર પણ નિશાન સાધ્યું.

પીએમ મોદીએ મહાકુંભ ઉત્સવ વિશે કહ્યું કે મહાકુંભ ચાલી રહ્યો છે પરંતુ જંગલ રાજ વાળા આ લોકો મહાકુંભને ગાળો આપી રહ્યા છે, રામ મંદિરથી નારાજ લોકો મહાકુંભને કોસવાનો કોઈ મોકો છોડતા નથી. મહાકુંભને બદનામ કરવા વાળાને બિહાર ક્યારેય માફ નહીં કરે. થયું એવું કે થોડા દિવસ પહેલા લાલુ યાદવે કુંભ વિશે કહ્યું હતું કે, “કુંભનો શું અર્થ છે, નકામો છે કુંભ.”

પ્રધાનમંત્રીએ કહ્યું- મહાકુંભ દરમિયાન મંદરાચલ આવવું એ સૌભાગ્યની વાત છે

મહાકુંભ વિશે પીએમએ કહ્યું, “મહાકુંભ દરમિયાન મંદરાચલની આ ભૂમિ પર આવવું એ એક મહાન સૌભાગ્યની વાત છે. આ ભૂમિમાં શ્રદ્ધા, વારસો અને વિકસિત ભારતની તાકાત છે. આ શહીદ તિલકમાંઝીની ભૂમિ છે. આ સિલ્ક સિટી પણ છે. આ સમયે, બાબા અજયબીનાથની આ પવિત્ર ભૂમિમાં મહાશિવરાત્રીની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આવા પવિત્ર સમયમાં, મને દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન નિધિનો બીજો હપ્તો મોકલવાનો સૌભાગ્ય મળ્યો છે.”

‘ખેડૂત કલ્યાણ એ NDA ની પ્રાથમિકતા છે’

ભાગલપુરમાં પીએમ મોદીએ કહ્યું, “મેં લાલ કિલ્લા પરથી કહ્યું છે કે વિકસિત ભારતના ચાર મજબૂત સ્તંભો છે. આ આધારસ્તંભો છે – ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો. એનડીએ સરકાર, ભલે તે કેન્દ્રમાં હોય કે રાજ્યમાં, ખેડૂત કલ્યાણ અમારી પ્રાથમિકતા છે.

‘એનડીએએ પરિસ્થિતિ બદલી’

લાલુ યાદવ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું, “પહેલાં ખેડૂતો સંકટમાં ઘેરાયેલા હતા, જે લોકો પશુઓનો ચારો ખાઈ શકે છે તેઓ આ પરિસ્થિતિ ક્યારેય બદલી શકતા નથી. NDA સરકારે આ પરિસ્થિતિ બદલી છે. પાછલા વર્ષોમાં, અમે ખેડૂતોને સેંકડો આધુનિક જાતોના બિયારણ આપ્યા છે. પહેલા ખેડૂતો યુરિયા માટે માર ખાતા હતા અને યુરિયાનું કાળાબજાર થતું હતું. આજે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે છે.”

‘જો તે NDA સરકાર હોત તો…’

પીએમ મોદીએ કહ્યું, “કોરોના સંકટ દરમિયાન પણ અમે ખેડૂતોને ખાતરની અછતનો સામનો કરવા દીધો નહીં. જો NDA સરકાર ન હોત તો શું થાત? જો NDA સરકાર ન હોત તો આજે પણ ખેડૂતોને ખાતર માટે લાઠીચાર્જનો સામનો કરવો પડત. જો NDA સરકાર ન હોત તો આજે ખેડૂતોને 3 હજાર રૂપિયામાં યુરિયાની બોરી મળતી હોત.”