સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ 2025: ગુજરાતની 68 નગરપાલિકામાંથી 62 પર ભાજપનો ભગવો લહેરાયો, 1 પર કોંગ્રેસે અને 5 પર અન્ય પક્ષની જીત

sthanikswarajchutani

Gujarat Local Body Election Results: ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઇ રહ્યુ છે. કુલ 68 નગરપાલિકા પૈકી ભારતીય જનતા પાર્ટીએ 62, કોંગ્રેસે એક અને અન્યોએ પાંચ નગરપાલિકા કબજે કરી છે.

Gujarat Local Body Election Results: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી મોટા ઉલટફેર જોવા મળ્યો છે. આજે 68 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. જેમાં નગરપાલિકાની ચૂંટણીનાં ઐતિહાસિક પરિણામ આવ્યા છે.

ગુજરાતની 68 નગરપાલિકા પર મતદાન થયું હતું. તેમાથી મોટાભાગની નગરપાલિકાઓ પર ભાજપે સ્પષ્ટ બહુમત સાથે પ્રચંડ વિજય મેળવ્યો છે. રાજ્યના 68માંથી 66 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે 66માંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસને માત્ર 1 નગરપાલિકા મળી છે. દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકામાં જ કોંગ્રેસ જીતી શકી છે. જ્યારે પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત થઈ છે. આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો છે. ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે તો ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત ભાજપે જીતી છે.આવો 68 નગરપાલિકાના પરિણામ પર નજર કરીએ.

બાવળા નગરપાલિકાની ચૂંટણીની વાત કરવામાં આવે તો 7 વોર્ડમાં 28 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી અને જેમાં 78 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જેમાં ભાજપે 14 બેઠકો, કોંગ્રેસે 13 અને બસપાએ 1 બેઠક પર જીત મેળવી છે. નગરપાલિકામાં સત્તા પર આરૂઢ થવા માટે 28 માંથી 15 બેઠકો જીતવી જરૂરી છે. ત્યારે બાવળમાં એકપક્ષને બહુમત પ્રાપ્ત થયો નથી. ત્યારે બાવળા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં જીત પ્રાપ્ત કરનાર કાળુભાઇ ચૌહાણ કિંગ મેકર સાબિત થઇ શકે છે.

પ્રાંતિજ, ધંધુકા, લુણાવાડા, કલોલ, સોનગઢ, દ્વારકા, મામાવદર, રાજુલા, ઉપલેટા, થાનગઢ, ચાણસ્મા, મહુધા, સંતરામપુર, હાલોલ, ભચાઉ, ભાણવડ, વંથલી, લાઠી, જસદણ, રાધનપુર, સાણંદ, બોરીયાવી, કરજણ, બિલીમોરા, રાપર, વિસાવદર, ગારીયાધાર, જેતપુર નગરપાલિકા પર ભાજપની જીત થઈ છે.

કુતિયાણા અને રાણાવાવમાં સમાજવાદી પાર્ટીની જીત
પોરબંદરની કુતિયાણા નગરપાલિકા અને રાણાવાવ બેઠકમાં રસપ્રદ ખેલ જામ્યો હતો. કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ, કોંગ્રેસ બંનેને ટક્કર મારીને સપા (સમાજવાદી પાર્ટી)એ બાજી પલટી દીધી છે. કુતિયાણા નગરપાલિકાની કુલ 24 બેઠકમાંથી 14 બેઠક પર સપા અને 10 બેઠક પર ભાજપની જીત થઈ છે. વળી રાણાવાવમાં સપાએ 20 બેઠક સાથે બહુમત મેળવી જીત હાંસલ કરી છે. આ સાથે ભાજપ 8 બેઠક પર જ સમેટાઈ ગઈ હતી.

ભાજપને અહીં પહેલીવાર સ્પષ્ટ બહુમતી
પંચમહાલની કાલોલ નગરપાલિકા વર્ષ 1996માં અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમવાર ભાજપે ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. જાહેર થયેલા પરિણામમાં ભાજપને 11 અને અપક્ષને 10 બેઠકો મળી છે. આ સાથે જ કોંગ્રેસનો સફાયો બોલી ગયો છે. ભાજપને 17 અને એક અપક્ષના સમર્થનવાળી બેઠક મળી કુલ 18 બેઠકો મળી છે. કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જીતને વધાવી છે.

ખેડા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. મહુધા નગરપાલિકામાં ભાજપનો 14 સીટ, અન્યની 10 સીટ આવતા ભાજપે બહુમતી મેળવી છે. ચકલાસી નગરપાલિકામાં ભાજપનો 16 બેઠક, કોંગ્રેસની 1 અને 11 બેઠકો પર અન્યનો વિજય થયો છે. ખેડા નગરપાલિકામાં ભાજપનો 14 બેઠક, કોંગ્રેસની 01 અને 13 બેઠકો પર અન્યનો વિજય થયો છે. ડાકોર નગરપાલિકામાં 14 બેઠક પર ભાજપનો અને 14 બેઠક પર અન્યનો વિજય થયો છે. મહેમદાવાદ નગરપાલિકામાં ભાજપનો 18 બેઠક અને 10 બેઠકો પર અન્યનો વિજય, કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપની 14, કોંગ્રેસ 04 અને 1 બેઠક પર અન્યનો વિજય થયો છે. કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપની 17 બેઠક, 04 અપક્ષ અને 3 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે.

ગઢડા નગરપાલિકામાં ભાજપનો વિજય
ગઢડા નગરપાલિકા વોર્ડ નંબર 3ની થઈ મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપના ચાર ઉમેદવારનો વિજય થયો છે. ભાજપના કુલ 8 બેઠકો વિજેતા છે. ભાજપના ચાર ઉમેદવારો બિન હરીફ થયા છે. દ્વારકા નગર પાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપનો ભવ્ય વિજય થયો છે. અહીં ચારેય ઉમેદવારોનો વિજય થયો છે.

કઈ કઈ નગરપાલિકામાં ભાજપને કેટલી બેઠક
તલોદ નગરપાલિકામાં કુલ 24 બેઠકમાંથી ભાજપને 22 બેઠક મળી.
વડનગર નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 18 બેઠક મળી.
જાફરાબાદ નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 28 બેઠક મળી.
હળવદ નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 15 બેઠક મળી.
પ્રાંતિજ નગરપાલિકામાં કુલ 24 બેઠકમાંથી ભાજપને 19 બેઠક મળી.
સોનગઠ નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 22બેઠક મળી.
રાજુલા નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 24 બેઠક મળી.
ચકલાસી નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 13 બેઠક મળી.
ચાણસ્મા નગરપાલિકામાં કુલ 24 બેઠકમાંથી ભાજપને 13 બેઠક મળી.
હાલોલ નગરપાલિકામાં કુલ 36 બેઠકમાંથી ભાજપને 26 બેઠક મળી.
ભચાઉ નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 28 બેઠક મળી.
ભાણવડ નગરપાલિકામાં કુલ 24 બેઠકમાંથી ભાજપને 21 બેઠક મળી.
વંથલી નગરપાલિકામાં કુલ 24 બેઠકમાંથી ભાજપને 20 બેઠક મળી.
કુતિયાણા નગરપાલિકામાં કુલ 24 બેઠકમાંથી ભાજપને 12 બેઠક મળી.
રાધનપુર નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 17 બેઠક મળી.
સાણંદ નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 17 બેઠક મળી.
મહુધા નગરપાલિકામાં કુલ 24 બેઠકમાંથી ભાજપને 14 બેઠક મળી.
રાપર નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 18 બેઠક મળી.
જેતપુર નગરપાલિકામાં કુલ 44 બેઠકમાંથી ભાજપને 2 બેઠક મળી.
રાણાવાવ નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 16 બેઠક મળી.
માણસા નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 19 બેઠક મળી.
હારિજ નગરપાલિકામાં કુલ 24 બેઠકમાંથી ભાજપને 14 બેઠક મળી.
કાલાવડ નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 26 બેઠક મળી.
ચોરવાડ નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 26 બેઠક મળી.
કોડિનાર નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 28 બેઠક મળી.
ઓડ નગરપાલિકામાં કુલ 24 બેઠકમાંથી ભાજપને 24 બેઠક મળી.
જામજોધપુર નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી ભાજપને 27 બેઠક મળી.
બાંટવા નગરપાલિકામાં કુલ 24 બેઠકમાંથી ભાજપને 17 બેઠક મળી.
ચલાલા નગરપાલિકામાં કુલ 24 બેઠકમાંથી ભાજપને 24 બેઠક મળી.
ભાયાવગર નગરપાલિકામાં કુલ 24 બેઠકમાંથી ભાજપને 14 બેઠક મળી.