સામાન્ય રીતે દૂધના ભાવમાં વધારો થવાના સમાચાર જ સાંભળવા મળતા હોય છે, પરંતુ હવે દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલે પહેલીવાર તેની પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. અમૂલ દ્વારા દૂધની ત્રણ જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં નજીવો ફેરફાર કરીને એક રૂપિયાનો ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે.
અમૂલ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરાયો છે. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અમૂલ દૂધના ભાવમાં ઘટાડો આજથી (24 જાન્યુઆરીથી) જ લાગુ કરાયો છે.
અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા હતો. હવે નવો ભાવ 65 રૂપિયા થશે. અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયાથી ઘટાડીને અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 રૂપિયા જાહેર કર્યો છે. અમુલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા હતો જેમાં 1 રૂપિયાનો ઘટાડો કરતાં હવે અમુલ તાજા 1 લીટર પાઉચ 53 રૂપિયામાં મળશે.
ઉલ્લેખનીય છે કે 4 જૂને લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થાય એના ત્રણ દિવસ પહેલાં જ અમૂલ દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.