જમ્મુ-કાશ્મીરના પૂંચમાં આર્મીનું વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું, 5 જવાન શહીદ, 5 ઘાયલ

punchh-accident

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મંગળવારે સાંજે એક આર્મી વાહન રસ્તા પરથી લપસીને 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ દુર્ઘટનામાં પાંચ જવાનોના મોત થયા છે, જ્યારે ઘણા જવાનોની હાલત ગંભીર છે. આ દુર્ઘટના ઘરોઆ વિસ્તારમાં ત્યારે થઈ જ્યારે સેનાનું વાહન જિલ્લાના બનોઈ જઈ રહ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મંગળવારે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો હતો. મંગળવારે સાંજે જિલ્લામાં સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ખાડીમાં પડી ગયું હતું. વાનમાં 18 સૈનિક હતા, જેમાંથી 5નાં મોત થયાં છે અને પાંચ અન્ય ઘાયલ થયા હતા. સેનાના અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ દુર્ઘટના ઘરોઆ વિસ્તારમાં ત્યારે થઈ જ્યારે સેનાનું એક વાહન જિલ્લાના બનોઈ જઈ રહ્યું હતું. તેમણે કહ્યું કે રેસ્ક્યુ ટીમે પાંચ મૃતદેહો બહાર કાઢ્યા છે.

સાંજે તમામ સૈનિકો લાઈન ઓફ કંટ્રોલ (LOC) તરફ જઈ રહ્યા હતા. દરમિયાન બાલનોઈ વિસ્તારમાં ઘોડા પોસ્ટ પાસે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં વાન ખીણમાં પડી ગઈ હતી. તમામ સૈનિકો 11 મરાઠા રેજિમેન્ટના હોવાનું કહેવાય છે.

દુર્ઘટનાની માહિતી મળતાંની સાથે જ સેનાની ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય શરૂ કર્યું હતું. ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભારતીય સેના વતી, વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે વ્હાઇટ નાઈટ કોર્પ્સ પૂંચ સેક્ટરમાં ઓપરેશનલ ડ્યુટી દરમિયાન વાહન અકસ્માતમાં પાંચ બહાદુર સૈનિકોના દુઃખદ મૃત્યુ પર ઊંડી શોક વ્યક્ત કરે છે. બચાવ કામગીરી ચાલી રહી છે. ઘાયલ જવાનોની સારવાર ચાલી રહી છે.