3 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંદ દિવસ છે, જે વિશ્વ દિવ્યાંગ દિવસ પણ કહેવાય છે. વર્ષ 1983થી દર વર્ષે 3 ડિસેમ્બરની તારીખે વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ શારીરિક ખોડખાપણ ધરાવતા વ્યક્તિઓને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો છે. આ દિવસને યાદગાર બનાવવા માટે અમદાવાદ ગુજરાત પોસ્ટ ઓફિસ (GPO) ખાતે દિવ્યાંગ સ્ટાફના સભ્યો સાથે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ડેપ્યુટી ચીફ પોસ્ટ માસ્ટર એ.આર. શાહે વિકલાંદ દિવસના મહત્વ પર ભાર મૂક્યો હતો, દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો, કલ્યાણ અને સશક્તિકરણની હિમાયત કરવા માટેની પહેલોની રૂપરેખા આપી. આ બેઠકે વિકલાંગ વ્યક્તિઓને સંવાદમાં જોડાવવા અને તેમની ચિંતાઓ અને સૂચનો શેર કરવાની તક પૂરી પાડી હતી.

વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ 3 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. શારીરિક ખોડખાપણ ધરાવતા કે શારીરિક રીતે અસક્ષ વ્યક્તિઓ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુકત રાષ્ટ્રસંઘે 3 ડિસેમ્બર 1991થી દર વર્ષે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ ઉજવવાની ઘોષણા કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સંયુક્ત રાષ્ટ્રસંઘની સાથે મળીને વર્ષ 1983 થી 1992ને આંતરરાષ્ટ્રિય વિકલાંક દિવસ દસક જાહેર કર્યુ હતુ. ભારતમા સંગમ યોજના વિકલાંગ લોકો સંબંધિત છે. ભારતમાં શારીરિક ખોડખાપણ ધરાવતા વ્યક્તિઓને દિવ્યાંગ કહેવામાં આવે છે.