ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ ભારત અને દુનિયાભરમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારની ચર્ચા થવા લાગી છે.
બાંગ્લાદેશમાં જ્યારથી બળવો થયો ત્યારથી હિંદુઓ પર અત્યાચાર વધી ગયા છે. હિંદુ અને હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સતત હિંદુ મંદિરો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં, ઇસ્કોનના મુખ્ય પૂજારી સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારથી ચટ્ટોગામમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના થોડા દિવસો બાદ બાંગ્લાદેશના ચટગાંવમાં એક હિન્દુ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા પૂજારીની ઓળખ શ્યામ દાસ પ્રભુ તરીકે કરવામાં આવી છે, જે કથિત રીતે જેલમાં ચિન્મય કૃષ્ણ દાસને મળવા ગયા હતાં.
કોલકાતા સ્થિત ઇસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રવક્તા રાધારમણ દાસે પણ આ અંગે પોસ્ટ કરી હતી. તેમણે પુજારીની ધરપકડ વિશે X પર પોસ્ટ કર્યું હતું કે અન્ય બ્રહ્મચારી શ્યામ દાસ પ્રભુની આજે ચટગાંવ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કોઈપણ સત્તાવાર વોરંટ સિવાય બ્રહ્મચારી શ્યામ દાસ પ્રભુની ધરપકડ કરવામાં આવી છે.
બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ સોસાયટી ઑફ ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)ના ભૂતપૂર્વ સભ્ય હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની સોમવારે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે તેને જામીન આપવાનો ઈનકાર કરી દેવાયો હતો.
આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ ભારત અને દુનિયાભરમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારની ચર્ચા થવા લાગી છે. શુક્રવારે રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં બાંગ્લાદેશ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કરવાની માગણી સાથે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર થતા અત્યાચાર અને હુમલાઓ પર ચર્ચા થવી જોઈએ. તાજેતરમાં, ઇસ્કોન સંત ચિન્મય દાસની ગેરકાયદેસર ધરપકડ પર ચર્ચાની માંગ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું, ‘આના પર મેં આ માંગણીને આગળ વધારવાનો પ્રયાસ કર્યો, બાંગ્લાદેશ સરકાર સાથે સરકાર શું વાત કરી રહી છે, બાંગ્લાદેશમાં બળવાથી, હિન્દુઓને સુરક્ષિત રાખવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે, સરકારે આ અંગે ગૃહમાં ચર્ચા કરવી જોઈએ. ઉપરાંત, સમગ્ર ગૃહે એક સાથે ચિન્મય દાસની ધરપકડની નિંદા કરતો પ્રસ્તાવ રજૂ કરવો જોઈએ.