વિકાસની જીત! સુશાસનની જીત: મહારાષ્ટ્રમાં મહાયુતિની ભવ્ય જીત પર પીએમ મોદીનું મોટું નિવેદન, જાણો ઝારખંડની જનતાને શું કહ્યું?

pm-modi-tweet

ઉત્તરપ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર ભાજપે સાત બેઠકો પર આગળ રહીને વિપક્ષને કાંટાની ટક્કર આપી છે
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી તથા અન્ય રાજ્યમોમાં યોજાયેલ પેટાચૂંટણીમાં પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જનતા અને NDAના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનની પ્રચંડ જીત પર પ્રતિક્રિયા આપી હતી. સોશિયલ મીડિયા સાઈટ X (અગાઉ ટ્વિટર) પર તેમણે પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યુ હતું કે,

“વિકાસની જીત!“
“સુશાસનનો વિજય!“

“સાથે મળીને આપણે વધુ ઊંચાઈએ પહોંચીશું!”

“NDAને ઐતિહાસિક જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રના મારા ભાઈઓ અને બહેનોનો, ખાસ કરીને રાજ્યના યુવાનો અને મહિલાઓનો હૃદયપૂર્વક આભાર. આ સ્નેહ અને હૂંફ અનન્ય છે.

હું લોકોને ખાતરી આપું છું કે અમારું જોડાણ મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતું રહેશે.
જય મહારાષ્ટ્ર!”

વડા પ્રધાને પક્ષના કાર્યકરોનો તેમના સમર્થન અને પ્રયાસો બદલ આભાર માન્યો હતો. “તેમણે સખત મહેનત કરી, લોકોની વચ્ચે જઈને અમારા સુશાસનના એજન્ડાની વિગતવાર ચર્ચા કરી.”

લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મહાયુતિ ફરી એકવાર જોરદાર જીત તરફ આગળ વધી રહી છે. અનુમાન મુજબ, શાસક ગઠબંધન 225 વિધાનસભા બેઠકો પર આગળ છે, જ્યારે વિપક્ષ મહા વિકાસ અઘાડીને 55 બેઠકો મળી છે. મોદીએ ઝારખંડના ચૂંટણી પરિણામો પર પણ પ્રતિક્રિયા આપી હતી, જ્યાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા બ્લોક સામે હારી જવાની તૈયારીમાં છે. શાસક ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), રાજ્ય અને કેન્દ્ર બંને સ્તરે કોંગ્રેસના સહયોગી, 81માંથી 57 બેઠકો પર આગળ છે, જ્યારે એનડીએ પાસે 23 બેઠકો છે.

“હેમંત સોરેનની આગેવાની હેઠળના JMM અને શાસક ગઠબંધનને તેમની જીત પર અભિનંદન”, તેમણે કહ્યું, “હું ઝારખંડના લોકોનો અમારા તરફના સમર્થન માટે આભાર માનું છું. અમે લોકોના મુદ્દા ઉઠાવવામાં અને રાજ્ય માટે કામ કરવામાં મદદ કરવાનું ચાલુ રાખીશું. આ ઉપરાંત તેમણે હેમંત સોરેન અને તેમની પાર્ટીને તેમના પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા.

પીએમ મોદીએ પેટાચૂંટણીમાં NDAના પ્રદર્શનને પણ જનતાનો વિશ્વાસ બતાવ્યો છે. તેમણે લખ્યું કે, “NDAની જનહિતકારી નીતિઓ દેશભરમાં ગુંજી રહી છે. જનતાના સપના અને આકાંક્ષાઓને પૂરી કરવા માટે અમે કોઈ કસર છોડીશું નહીં.” ઉત્તરપ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર ભાજપે સાત બેઠકો પર આગળ રહીને વિપક્ષને કાંટાની ટક્કર આપી છે, જ્યારે અન્ય રાજ્યોની પેટાચૂંટણીઓમાં પણ NDAનું પ્રદર્શન અસરકારક રહ્યું છે.

વડાપ્રધાને NDA કાર્યકર્તાઓના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓએ જનતાની વચ્ચે સખત મહેનત કરી અને સુશાસનનો એજન્ડા રજૂ કર્યો. તેમના મતે આ જીત એનડીએની નીતિઓની સફળતા જ નહીં પરંતુ જનતાના વિશ્વાસનું પ્રમાણ પણ છે. આ પરિણામો પછી એ સ્પષ્ટ છે કે NDAનો વિજયી રથ આગળ વધી રહ્યો છે અને તે જનહિતના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે.