Paris Olympic 2024: ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

manikaBatra

ભારતે રોમાનિયાને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

ટેબલ ટેનિસની મહિલા ટીમ ઈવેન્ટમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે વિશ્વ નંબર 4 રોમાનિયાને 3-2થી હરાવીને એક ઐતિહાસિક જીત મેળવી છે. આ જીત સાથે ભારતીય ટીમની ખેલાડી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ગઈ છે. આ મેચમાં મનિકા બત્રાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

રોમાનિયા વિરુદ્ધ મહત્વપૂર્ણ મેચમાં મનિકા બત્રાએ તેની બંને સિંગલ મેચ જીતી હતી. આ સિવાય શ્રીજા અકુલા અને અર્ચના કામતની જોડીએ ડબલ્સ મેચ જીતી હતી. ભારત પ્રથમ વખત મહિલા ટીમ વર્ગમાં ભાગ લઈ રહ્યું હતું. પહેલા જ પ્રયાસમાં ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ કોઈ મોટા આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.

એક સમયે બંને દેશો વચ્ચે 2-2 થી મેચ ચાલી રહી હતી. આ દરમિયાન મનિકા બત્રાએ શાનદાર પ્રદર્શન કર્યું અને પાંચમી મેચ સીધી ગેમમાં જીતીને ભારતને અંતિમ-આઠ સ્ટેજમાં પહોંચાડ્યું હતું. તેણે પાંચમી ગેમ 11-5, 11-9, 11-9થી જીતી હતી. આ સાથે ભારત મહિલા ટેબલ ટેનિસ ટીમ ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

https://x.com/CricCrazyJohns/status/1820412828680946155

પ્રથમ ડબલ્સ મેચમાં શ્રીજા અકુલા અને અર્ચના કામથની જોડીનો સામનો રોમાનિયાની એડીના અને સમારાની જોડી સામે થયો હતો. ભારતીય જોડીએ રોમાનિયન જોડીને 11-9, 12-10, 11-7ના માર્જિનથી હરાવ્યું હતું. આ પછી મનિકાએ બર્નાડેટને 11-5, 11 7, 11 7થી હરાવ્યું.

સતત બે મેચ જીત્યા બાદ ભારતે 2-0ની લીડ મેળવી લીધી હતી. ત્રીજી મેચમાં શ્રીજા અકુલાને સિંગલ્સ મેચમાં એલિઝાબેથ સમારા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી અર્ચના કામથ પણ બર્નાડેટ સામે હારી ગઈ હતી. તેને 5 11, 11 8, 7 11, 9 11થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી મેચ 2-2ની બરાબરી પર રહી હતી. ભારત હવે ક્વાર્ટર ફાઇનલમાં યુએસએ અથવા જર્મની સામે ટકરાશે.